NCERTના રિપોર્ટ અનુસાર ગુજરાતના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં ઓછો રસ
ગાંધીનગર, ગુજરાતીઓ માટે કહેવાય છે કે તેમનું ભેજું વેપારમાં સારું દોડે છે. મોટામોટા ગુજરાતી ઉદ્યોગપતિઓને જાેઈને આ વાત સાચી ઠરતી પણ દેખાય છે. એવું નથી કે ગુજરાતીઓએ ફક્ત વેપાર-વાણિજ્યના ક્ષેત્રે કાઠું કાઢ્યું છે, અન્ય ક્ષેત્રોમાં પણ ગુજરાતીઓની બોલબાલા જાેવા મળે છે. જાેકે, વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાતને લઈને જે આંકડા આવ્યા છે તે ચોંકાવનારા છે. According to NCERT report, students of Gujarat are less interested in science stream
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, રોબોટિક્સ સહિત આધુનિક સમયની કેટલીય ટેક્નોલોજી દેશમાં પ્રચલિત થઈ રહી છે અને વિદ્યાર્થીઓ રસપૂર્વક તેને શીખી રહ્યા છે. જાેકે, ગુજરાતમાં આ વિષયોમાં કૌશલ્યનો અભાવ જાેવા મળે શકે છે તેવી ચિંતા વહીવટી વિભાગે વ્યક્ત કરી છે.નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગના રિપોર્ટ પ્રમાણે, વિજ્ઞાન પ્રવાહની પસંદગી કરવાના મામલે ગુજરાત દેશમાં છેલ્લા પાંચ રાજ્યો પૈકીનું એક છે. આ જ કારણ છે કે, ટેક્નોલોજીના વિષયોમાં વિદ્યાર્થીઓમાં કૌશલ્યનો અભાવ જાેવા મળી શકે છે.
રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાંથી ફક્ત ૧૮.૩૩ ટકા વિદ્યાર્થીઓ જ વિજ્ઞાન પ્રવાહમાં ભણવાનું પસંદ કરે છે. આવા કિસ્સામાં સંભાવના છે કે, રાજ્યમાં એવી સ્થિતિ પેદા થઈ શકે જ્યાં આધુનિક યુગની આ ટેક્નોલોજી સાથે તાલમેલ સાધી શક્તા યુવાનોની સંખ્યા ખૂબ ઓછી હોય. બુધવારે કેબિનેટની બેઠક તેમજ સચિવોની કમિટી વચ્ચે થયેલી મીટિંગમાં આ મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
નવા યુગનો સ્કીલ પ્રોગ્રામ લોન્ચ કરવાના પ્રસ્તાવ પર ગુજરાત સરકાર વિચારણા કરી રહી છે. આ પ્રોગ્રામ હેઠળ યુવાનોને તૈયાર કરાશે જેથી ભવિષ્યમાં એડવાન્સ ટેક્નોલોજી સેક્ટરમાં તેમને રોજગારીની સારી તક મળી શકે છે.સૌથી મોટી અડચણ એ જ છે કે, વિજ્ઞાન પ્રવાહ પસંદ કરતાં વિદ્યાર્થીઓની યાદીમાં ગુજરાત દેશમાં નીચેથી પાંચમા ક્રમે આવ્યું છે, તેમ સરકાર સાથે જાેડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે. સરકારમાં રહેલા સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, વિજ્ઞાન પ્રવાહની પસંદગી માટે વધુ ને વધુ વિદ્યાર્થીઓને કઈ રીતે પ્રેરી શકાય તેની રણનીતિ પર ચર્ચા થઈ હતી.
NCERTના રિપોર્ટ અનુસાર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોના ૫૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ પસંદ કરે છે, જ્યારે ગુજરાતમાં આ આંકડો ફક્ત ૧૮.૩૩ ટકા છે. આર્ટ્સ સ્ટ્રીમ લેવા મામલે ગુજરાત ૮૧.૫૫ ટકા સાથે દેશભરમાં પહેલા ક્રમે છે”, તેમ એક અધિકારીએ જણાવ્યું. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, રોબોટિક્સ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, ઈન્ડસ્ટ્રી ૪.૦ જેવી ન્યૂ એજની સ્કીલ્સમાં ઊભી થનારી સંભવિત ક્રાઈસિસને લઈને રાજ્ય સરકાર દ્વારા નોટ તૈયાર કરવામાં આવી છે.
IT અને ITES ગ્રીન ઈકોનોમી, ઈલેક્ટ્રિક મોબીલિટી અને સર્વિસિસ જેવી નિપુણતા માગતી વિજ્ઞાનની શાખાઓમાં કેટલાય પડકારો છે. જેમાં સરકારી નોકરી, નવી દિશામાં ઝંપલાવવાનો ડર, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું સ્તર અને યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકોનો અભાવ વગેરે જેવા પડકારો છે.
૫૬ ટકા ન્યૂ એજ સ્કીલ ટેક્નિકલ અને વોકેશનલ એજ્યુકેશનલ ટ્રેનિંગ સંસ્થાઓ જેવી કે, ITI ઔદ્યોગિક સંસ્થાઓ સંચાલિત સેન્ટરો, કૌશલ્ય કેંદ્રોમાંથી મેળવી શકાય છે. જ્યારે બાકીના ૪૪ ટકા હાયર એજ્યુકેશન ઈન્સ્ટીટ્યૂટ, પોલિટેક્નિકો અને સ્કૂલોમાંથી મેળવી શકાય છે, તેવો નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગ્રીન એન્ડ રિન્યૂએબલ એનર્જી પ્રોડક્શન મેનેજમેન્ટ, ઈન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટ આરટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટ, ટકાઉ અને પ્રાકૃતિક ખેતી સહિતના વિવિધ નવા કોર્સ લોન્ચ કરવા અંગે પણ ગાંધીનગરમાં યોજાયેવી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.SS1MS