બારગઢના ડુંગરી ગામમાં ACCની બેકરી પહેલ સ્થાનિકો માટે આર્થિક તકો ઊભી કરે છે
- આ પ્રદેશના આ પહેલ સાહસમાં દરરોજ 38-40 કિલોનું ઉત્પાદન તથા રૂ. 900-1,100નો નફો થવાનો અંદાજ છે જેનાથી 1,450 સ્થાનિક પરિવારોને આત્મનિર્ભર બનવા માટે સશક્ત કરાશે
- રોજિંદી માંગ તથા તેની વધતી લોકપ્રિયતાને પહોંચી વળવા માટે તેની ક્ષમતાને જોતાં આ બેકરી નોંધપાત્ર વિકાસની સંભાવના ધરાવે છે અને સમગ્ર સમુદાય માટે બહોળા લાભનું વચન આપે છે
ઓડિશા, 6 માર્ચ, 2024 – ડાયવર્સિફાઇડ અદાણી ગ્રુપની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસી બારગઢ જિલ્લાના અંતરિયાળ ગામ ડુંગરીમાં પહેલા બેકરી પ્રોડક્શન યુનિટના ઉદ્ઘાટનની ગર્વભેર જાહેરાત કરે છે. આ દૂરંદેશીભરી પહેલ બેકરી પ્રોડક્ટ્સ માટે વધતી સ્થાનિક માંગને સંતોષવાનો તથા સમુદાયના સભ્યોમાં આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવા તેમજ આત્મનિર્ભરતાને પોષવાનો ઉદ્દેશ ધરાવે છે.
અદાણી ફાઉન્ડેશન દ્વારા સમર્થિત સ્વ-સહાય જૂથ પ્રતિજ્ઞા ટ્રસ્ટ હેઠળના ડુંગરીના પહેલા બેકરી યુનિટના ઉદ્ઘાટન 1,450 પરિવારોના સમુદાય માટે મહત્વની આર્થિક સિદ્ધિ સમાન છે જેઓ તેમની બેકરી જરૂરિયાતો માટે દૂરના બજારો પર અગાઉ મદાર રાખતા હતા. આધુનિક મશીનરીથી સજ્જ આ બેકરી ખાસ કરીને તહેવારોની સિઝન દરમિયાન, સ્થાનિક વેપારમાં વધારો કરશે. વેચાણમાં સંભવિત વધારાથી સમુદાયના સભ્યોની આજીવિકા તો વધશે જ, ઉપરાંત બેકરીના માલસામાન માટે 60 કિમીનો પ્રવાસ ખેડવાની સમસ્યા પણ હળવી થશે જેનાથી સ્થાનિક સ્તરે આત્મનિર્ભરતા ઊભી થશે.
કેવળ આર્થિક પ્રયાસ કરતાં પણ વિશેષ એવી ડુંગરી બેકરીની સ્થાપના સામુદાયિક ભાવના પ્રત્યેના સામૂહિક પ્રયાસને દર્શાવે છે જે ડુંગરીમાં ટકાઉ વિકાસ માટે પરિવર્તનકારી ફેરફાર રજૂ કરે છે. એસીસીના બારગઢ પ્લાન્ટની સીએસઆર ટીમના સમર્પિત સમર્થન સાથે ડુંગરી બેકરીની પ્રોડક્ટ્સ સ્થાનિક સ્તરે તથા હોલસેલરોને વેચવામાં આવે છે જેથી બહોળી પહોંચ સુનિશ્ચિત થાય છે. અત્યાધુનિક બેકરી મશીનરીથી સજ્જ આ યુનિટ ટોસ્ટ, સ્લાઇસ બ્રેડ અને બન જેવી વિવિધ વસ્તુઓના ઉત્પાદન માટે તૈયાર છે.
સ્વચ્છતા અને ગુણવત્તાના કડક ધોરણો જાળવી રાખીને બેકરી તાજી તથા કિફાયતી પ્રોડક્ટ્સ સતત પૂરી પાડવા માટે તથા ગ્રાહકોના પ્રતિભાવોને પ્રતિસાદ આપવા માટે તત્પર રહે છે. રોજની 38-40 કિલોગ્રામની ક્ષમતા સાથે આ યુનિટ રૂ. 900થી રૂ. 1,100 વચ્ચેનો રોજનો નફો થાય તેવી અપેક્ષા રાખે છે. રોજબરોજની માંગ તથા તેની વધતી લોકપ્રિયતાને પહોંચી વળવા માટેની તેની ક્ષમતા સાથે આ બેકરી ટકાઉ વિકાસ માટે સજ્જ છે અને સમગ્ર સમુદાય માટે બહોળો લાભ પૂરો પાડવાનું વચન આપે છે.
આ બેકરી પ્રોજેક્ટ એસીસી અને અદાણી ફાઉન્ડેશનનું સ્થાનિક પ્રતિભાને પોષવા તથા આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટેની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે જે ભારતના ગ્રામીણ વિકાસમાં હકારાત્મકપણે પ્રદાન કરે છે.