Western Times News

Gujarati News

ACCના જીવનરક્ષક વોટર પ્રોજેક્ટે ઢાકોરી ગામની ખેતીમાં આમૂલ પરિવર્તન આણ્યું

·         ઢાકોરી ગામમાં એસીસીની લિફ્ટ ઇરિગેશન સ્કીમ (LIS) એ 100 એકરથી વધુ કૃષિ યોગ્ય જમીન પર સકારાત્મક અસર કરી

મહારાષ્ટ્ર, વૈવિધ્યસભર અદાણી ગ્રૂપની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસીએ મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના વાણી તાલુકાના ઢાકોરી ગામમાં પાણીની અછતની સમસ્યાનો અસરકારક રીતે સામનો કરીને તેનાં સામુદાયિક વિકાસ પ્રયત્નોમાં વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ACC’s Lifesaving Water Project Transforms Dhakori Village’s Agriculture.

એસીસી અને અદાણી ફાઉન્ડેશને આ વિસ્તારમાં જળ સંચયનાં પ્રયત્નોને વેગ આપવા સ્થાનિક ખેડૂતો માટે સાતત્યપૂર્ણ સિંચાઇ કાર્યક્રમ અપનાવ્યો છે. પીવા અને સિંચાઇનાં પાણી માટે લિફ્ટ ઇરિગેશન યોજનાઓ અસરકારક ઉપાયોમાંની એક હોવાથી ગ્રામીણ વિસ્તારોમાં જળ સમસ્યા નિવારવા માટે અનેક સ્થળોએ આ પધ્ધતિ અપનાવવામાં આવી રહી છે.

છેલ્લાં પાંચ વર્ષમાં ઉસગાંવ અને પરામદોહ ગામમાં એસીસીના ચંદા સિમેન્ટ વર્ક્સ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલી ચાર લિફ્ટ ઇરિગેશન સ્કીમ્સને પગલે કંપનીએ તાજેતરમાં ઢાકરી ગામમાં પણ સફળતા મેળવી છે. ઢાકોરી ગામમાં લિફ્ટ ઇરિગેશન સ્કિમ સફળ રહી છે એટલું જ નહીં પણ તેનાંથી 100 એકર ખેતીલાયક જમીનને પણ લાભ થયો છે. ગામમાં 911.34 મિલિમિટર સરેરાશ વાર્ષિક વરસાદ પડતો હતો અને જળ સંચય માટે મર્યાદિત માળખું ઉપલબ્ધ હોવાથી અનેક પડકારોનો સામનો કરવો પડતો હતો. આને કારણે ખરીફ મોસમમાં પાક નિષ્ફળ જતો હતો અને સ્થાનિક સમુદાયમાં રોજગાર સર્જન કરવામાં મુશ્કેલી પડતી હતી.

ઢાકોરી ગામમાં લિફ્ટ ઇરિગેશન સ્કિમનાં અમલનો પ્રારંભ ઝડપી બેઝલાઇન સર્વે સાથે થયો હતો, જેમાં પ્રાથમિક હિતધારકો સાથે સંબંધ સ્થાપિત કરવામાં આવ્યો અને ખોદકામ તથા વીજ પુરવઠા માટે જરૂરી મંજૂરીઓ મેળવવામાં આવી. કંપનીએ એડવાન્સ્ડ લિફ્ટ ઇરિગેશન ટેકનોલોજી અપનાવી છે, જેમાં ટૂંકો માર્ગ નક્કી કરવા અને સ્ટેટિક લેવલ તફાવત નક્કી કરવા વિસ્તૃત જીપીએસ સર્વેનો સમાવેશ થાય છે. કાર્યક્ષમ જળ સંચાલન અને સિંચાઇ સુનિશ્ચિત કરવા માટે પમ્પિંગ યુનિટ, સપ્લાય પાઇપલાઇન, પ્રોટેક્શન વાલ્વ્સ અને ડિસ્ટ્રીબ્યુશન લાઇન્સ સ્થાપવામાં આવી હતી.

લિફ્ટ ઇરિગેશન સ્કિમના અમલીકરણને કારણે 100 એકરથી વધુ જમીનમાં સિંચાઇનું પાણી મળશે અને સાથે સાથે ઢાકોરી ગામનાં 10 ખેડૂત પરિવારોને સીધો લાભ થયો છે. સ્કિમને કારણે આ પરિવારો હવે આખું વર્ષ કપાસ, સોયાબીન, લાલ ચણા, ચણા અને શાકભાજી સહિતનાં વિવિધ પાક લઈ શકશે.

સિમેન્ટ બિઝનેસના સીઇઓ અજય કપૂરે જણાવ્યું હતું કે, “ઢાકોરી ગામમાં લિફ્ટ ઇરિગેશન સ્કિમની સફળતાપૂર્વક સમાપ્તિ સંતોષની લાગણી જન્માવે છે. આ પ્રોજેક્ટ પાણીની અછતની તાતી સમસ્યાનો ઉકેલ લાવે છે એટલું જ નહીં પણ ખેડૂત પરિવારોની આજીવિકા પણ વધારે છે. ગ્રામીણ સમુદાય કટોકટી દરમિયાન આ સ્કિમ પર ભરોસો કરી શકે છે. પાક વૈવિધ્ય, પાકની ગુણવત્તામાં સુધારો અને આવકમાં વધારો આ યોજનાનાં ક્રાંતિકારી પરિવર્તનનું પ્રમાણ છે. ઢાકોરી ગામનાં લોકો માટે પાણી સુગમ કરવામાં એસીસીએ મહત્વની ભૂમિકા ભજવી છે.”

કોઈ પણ જળ સંસાધન કેન્દ્રી પ્રોજેક્ટની સફળતા માટે જળ ઉપલબ્ધિ સૌથી વધુ મહત્વની છે. દેશભરમાં ઇકોસિસ્ટમ પર વિપરિત અસર કરનાર ઘટતા જતા ભૂગર્ભજળ સ્તરનાં સંદર્ભમાં પાણીનાં મહત્વને સ્વીકારીને એસીસી અને અદાણી ફાઉન્ડેશને તેની સીએસઆર પહેલનાં ભાગ રૂપે વિવિધ જળ સંસાધન પ્રોજેક્ટ્સ હાથમાં લીધા છે, જે પાણીની અછત જેવાં મહત્વનાં પડકારના ઉકેલ અને કંપની જ્યાં કામ કરે છે ત્યાંના સ્થાનિક સમુદાયના સાતત્યૂપર્ણ વિકાસને મદદ કરવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.