Western Times News

Gujarati News

ડાકોરના વાહન ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

(પ્રતિનિધિ)નડિયાદ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા ખેડા-નડીયાદ નાઓની સુચના મુજબ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને પો.ઇન્સ.એ.વી.પરમાર એલ.સી.બી.ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોર્ડ ખેડા-નડીયાદ નાઓના પો.સ.ઇ. એસ.વી.ગોસ્વામી તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ સ્ટાફના એ.એસ.આઇ. હરીશભાઇ તથા રાકેશકુમાર, વનરાજસિંહ ,ચિંતનકુમાર તથા પો કોન્સ. હિતાર્થ એ રીતેના પેરોલ ફર્લો સ્ટાફના પોલીસ માણસો જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની શોધી કાઢવા સારૂ ખાનગી વાહનમાં ચકલાસી પો.સ્ટે.વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના અ.હેડ કોન્સ. રાકેશકુમાર નાઓને બાતમી હકીકત મળેલ કે ડાકોર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૫૧૪/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુનાના કામે નાસતો ફરતો આરોપી જયકિશન ઉર્ફેસન્ની ઉર્ફેમોરલો કનુભાઇ પટેલ રહે. નાનાવાટાં મહાદેવ વાળી ભાગોળ ચકલાસી તા.નડીયાદ જી.ખેડા નાનો હાલ કંજરી ચોકડી ખાતે આવેલ હોવાની હકીકત મળતા ઉપરોકત જણાવેલ પોલીસ માણસો સાથે બાતમી હકીકત વાળી જગ્યાએ જઇ ખાત્રી તપાસ કરતા ઉપરોકત આરોપી મળી આવતા તેની સી.આર.પી.સી કલમ ૪૧(૧) (આઇ) મુજબ પકડી અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ચકલાસી પો.સ્ટે. સોપેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.