ED એ સમયસર ધરપકડ ન કરી એટલે કૌભાંડીઓ દેશ છોડી ભાગ્યાઃ કોર્ટ
‘નીરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યા ભાગ્યા કારણ કે…’ -અબજો રૂપિયાનું કૌભાંડ કરીને ભારત છોડીને ભાગી ગયેલા ઉદ્યોગપતિ નીરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યા પર વિશેષ અદાલતે કડક ટિપ્પણી કરી છે
નવી દિલ્હી, અબજો રૂપિયાનું કૌભાંડ કરીને ભારત છોડીને ભાગી ગયેલા ઉદ્યોગપતિ નીરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યા પર વિશેષ અદાલતે કડક ટિપ્પણી કરી છે. મુંબઈ સ્પેશિયલ કોર્ટે કહ્યું કે નીરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યા ભાગી શકે છે કારણ કે ઈડીએ તેમની સમયસર ધરપકડ કરી નથી.
સ્પેશિયલ જજ એમજી દેશપાંડેએ મની લોન્ડરિંગ કેસમાં એક આરોપીની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. આરોપીએ પોતાની જામીનની શરતોમાં સુધારો કરવાની માગણી કરતી અરજી કરી હતી. મની લોન્ડરિંગના આરોપી વ્યોમેશ શાહે વિદેશ જતા પહેલા કોર્ટમાંથી મંજૂરી લેવાની જામીનની શરત દૂર કરવાની માંગ કરી હતી.
કોર્ટે ૨૯ મેના રોજ આરોપીની અરજી સ્વીકારી હતી.જ્યારે કોર્ટે આરોપીની અરજી સ્વીકારી ત્યારે ઈડીએ તેનો વિરોધ કર્યાે અને દલીલ કરી કે તેનાથી નીરવ મોદી, વિજય માલ્યા અને મેહુલ ચોક્સી જેવી સ્થિતિ સર્જાશે.ઈડીની આ દલીલને ફગાવી દેતા ન્યાયાધીશ દેશપાંડેએ કહ્યું કે આ તમામ લોકોની સમયસર ધરપકડ થઈ શકી નથી. કોર્ટે કહ્યું કે વ્યોમેશ શાહ સમન્સ પર કોર્ટમાં હાજર થયા, જામીન લીધા અને વિદેશ જવા માટે ઘણી વખત અરજી કરી.
તેમણે કહ્યું કે શાહના કેસની તુલના નીરવ મોદી, વિજય માલ્યા અને મેહુલ ચોકસી સાથે કરી શકાય નહીં.નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સી કરોડો રૂપિયાના ઁદ્ગમ્ કૌભાંડના મુખ્ય આરોપી છે. આ કૌભાંડ ૧૩,૫૦૦ કરોડ રૂપિયાથી વધુનું છે.
નીરવ મોદી હાલમાં બ્રિટનની જેલમાં સજા કાપી રહ્યો છે. દરમિયાન મેહુલ ચોક્સી એન્ટીગુઆમાં રહે છે. જ્યારે વિજય માલ્યા રૂ. ૯૦૦૦ કરોડથી વધુની છેતરપિંડીના કેસમાં મુખ્ય આરોપી છે, જેની તપાસ ઈડી અને ઝ્રમ્ૈં દ્વારા કરવામાં આવી રહી છે.વિજય માલ્યા ૮ વર્ષ પહેલા ભારત ભાગી ગયો હતો જ્યારે નીરવ મોદી અને મેહુલ ચોક્સી ૬ વર્ષ પહેલા ભારત છોડીને ભાગી ગયા હતા. ભારતે ત્રણેયને ભાગેડુ જાહેર કર્યા છે.
ત્રણેયને ભારત પરત લાવવા માટે પ્રત્યાર્પણ પ્રક્રિયા પણ ચાલી રહી છે.માર્ચ ૨૦૧૬માં ૯૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવતાની સાથે જ માલ્યા દેશ છોડીને ભાગી ગયો હતો. તે જ સમયે, જાન્યુઆરી ૨૦૧૮ માં પીએનબી કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. કોઈ કાર્યવાહી થાય તે પહેલા નીરવ મોદી અને મેહુલ ચોક્સી પણ ભાગી ગયા હતા.