Western Times News

Gujarati News

નડિયાદમાં પરિણીતાની છેડતી કરનાર આરોપી પકડાયો

જો સંબંધ નહીં રાખે તો સેલ્ફી તસ્વીરો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.

નડિયાદ પશ્ચિમ વિસ્તારના માથાભારે શખ્સ સામે  પરીણિતાએ ફરિયાદ નોંધાવી છે. ‘તારો પતિ દેવામાં છે’ તેમ પરીણિતાને કહી મોબાઈલ નંબર મેળવ્યો અને પીછો કરી ઘર પાસે આટાફેરા મારી ગાડીમાં બેસાડી છેડતી કરી હતી. આ સમયે શખ્સે તેની સાથેના કેટલાક ફોટા પણ પોતાના મોબાઈલમાં સેલ્ફી ખેંચી લીધી હતી.

જે બાદ સંબંધ રાખવા દબાણ કરતો હતો અને જો સંબંધ નહીં રાખે તો સેલ્ફી તસ્વીરો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે પરીણિતાએ આ માથાભારે ઈસમ સામે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેને પકડી પડ્યો છે અને બનાવના સ્થળ પર લઈ જઈ તપાસ હાથ ધરી હતી

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઈડન ગાર્ડન સોસાયટીમાં રહેતો માથાભારે શખ્સ માસુમ મહીડાએ ગત જાન્યુઆરી માસમાં અહીંયાથી પસાર થતી એક 33 વર્ષિય પરીણિતાને અટકાવી હતી. અને જણાવેલ કે, ‘તારો પતિ દેવામાં છે’ મારે આ બાબતે વાત કરવી છે આથી પરીણિતાએ કહ્યું કે બોલો જોકે તે સમયે આ માસુમે કહેલ કે અત્યારે મારી પાસે સમય નથી તમારો નંબર આપો તેમ કહી પરીણિતાનો મોબાઇલ નંબર મેળવ્યો હતો. બાદમાં પરીણિતાના ઈન્સ્ટાગ્રામ પર અને તેણીના મોબાઈલ પર ફોન, મેસેજ કરતો હતો. જોકે પરીણિતા આ પ્રત્યુતર આપવાનુ ટાળતી હતી.

જેથી માસુમ પોતાની કાળા કલરની કાર લઈને પરીણિતાના ઘર પાસે આંટાફેરા મારવાનું ચાલુ કર્યું હતું. એક દિવસ રસ્તા પર તકનો લાભ લઈને માસુમે આ પરીણિતાનો હાથ પકડી જબરજસ્તીથી ગાડીમાં બેસાડી દીધી હતી અને છેડતી કરી હતી. આ ઉપરાંત પોતાના ફોનમા પરીણિતા સાથેના સેલ્ફી ફોટોગ્રાફ્સ પાડ્યા હતા.

આ બાદ પરીણિતાએ ગમેતેમ કરીને માસુમના ચૂંગાલમાંથી છુટી ગઈ હતી. પહેલી મે 2025ના રોજ પરીણિતા નડિયાદ શહેરના પવનચક્કી રોડ પરથી ચાલતી જતી હતી ત્યારે આ માસુમે કાળા કલરની કાર લઈને આવી ચઢ્યો હતો અને જણાવેલ કે, મારી પાસે તારી સેલ્ફી છે

અને જો તુ મારી સાથે સબંધ નહિ રાખે અને ગાડીમાં નહિ બેસે તો તારી સેલ્ફીઓ વાયરલ કરી દઇશ. જેથી પીડીતા ડરના મારી સેલ્ફીઓ આ માસુમ મહીડાના મોબાઇલ ફોનમાંથી ડીલીટ કરવા માટે તે સમયે કારમાં બેસી હતી અને આ શખ્સે તેનો લાભ લઈ ફરીથી છેડતી કરી હતી. અને બાથમાં ભીડી કાર મીશન રોડ તરફ હંકારી મૂકી હતી.

બાદમાં માસુમે આ પરીણિતાને કહેલ કે, જો આ હકીકત તુ કોઇને જણાવીશ તો તારા ઘણા ફોટાઓ મારી પાસે છે તે ફોટાઓ તારા સસરા તથા તારા પતિને મોકલી દઈશ અને તારા પતિને એક્સીડન્ટ કરાવી દઇશ તેમજ તારી બંને દિકરીઓ ઉપર એસીડ છાંટી દઇશ તેવી ધમકી આપી હતી.

આ શખ્સ માથાભારે હોય અને અગાઉ પણ ગંભીર લવજેહાદના ગુનામાં તેનુ નામ આવેલ હોય પરીણિતાએ તે સમયે પોતાના ઘરના સભ્યોને આ બાબતે જાણ કરી નહોતી પરંતુ અવારનવાર સેલ્ફીઓ વાઇરલ કરવાની ધમકીઓ આપતો હોવાને પગલે આ બાબતે પરીણિતાએ પોતાના પતિને હકીકત જણાવી પરીણિતા દ્વારા આ માસુમ મહીડા સામે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.આજે તેને પકડીને પોલીસે બનાવના સ્થળ નું નિરીક્ષણ  કર્યું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.