સગીરાનું અપહરણ કરવાના ગુન્હામાં આરોપીને ૫ વર્ષની સજા
(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર ( વિરપુર ) જિલ્લા અને સત્ર ન્યાયાલય મહિસાગર – મહિસાગર ડિસ્ટ્રીકટ કોર્ટે સતત બીજા દિવસે સમાજમાં દાખલો બેસે તેવો મહત્વનો ચુકાદો આપ્યો છે વિરપુર તાલુકાની ૧૭ વર્ષની સગીરાનું અપહરણ કરવાના ગુન્હાની વિરપુર પોલીસ મથકે તેની ફરિયાદ નોંધાઈ હતી
જે ગુન્હાનો કેસ આજે મહીસાગર ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા સ્પેશિયલ પોક્સો જજ અને એડિશનલ સેશન્સ જજ મામતાબેન.એમ પટેલે મહત્વનો ચુકાદો આપી વિરપુર તાલુકાના ચોરસા ગામના આરોપી ઈશ્વર કાળુભાઇ ખાંટને ઇ.પી.કો કલમ હેઠળ ૫ વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો છે
મહીસાગર લુણાવાડાના એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો . કેસ ચાલી જતા ઈ.પી.કો.કલમ હેઠળના ગુનામાં તકસીરવાન ઠરાવીને આરોપીને ૫ વર્ષની સખત કેદ અને દંડ હુકમનો આદેશ તેમજ ભોગબનનારના માતાપિતાને રૂપિયા ૨૫,૦૦૦ / – ચુકવવાનો હુકમ કર્યો છે.
મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ચોરસા ગામના આરોપી ઈશ્વર કાળુભાઈ ખાંટે વર્ષ ૨૦૧૭ માં વિરપુર તાલુકાની ૧૭ વર્ષની સગીરાનું અપહરણ કરવાનો ગુનો કર્યો હતો . જે આરોપી વિરુધ્ધ વિરપુર પોલીસ સ્ટેશનમાં પોકસો એકટ તેમજ ઈ.પી.કો.કલમ મુજબ ગુનો નોંધાયા બાદ મહીસાગરના એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો . કેસ શરૂ થયો હતો.
આરોપી વિરુધ્ધ સદર કેસ ચાલી જતા અને સરકાર તર્ફે સરકારી વકીલ જયવીરસિંહ જે . સોલંકીની ધારદાર દલીલોને ગ્રાહય રાખી સ્પે.પોકસો જજ અને એડીશ્નલ સેશન્સ જજ મમતાબેન એમ . પટેલે આવા ગુન્હાઓ અટકાવવા માટે સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો અને કોર્ટે ઈ.પી.કો.કલમ હેઠળ આરોપી ઈશ્વર કાળુભાઈ ખાંટને ૫ વર્ષની સખત કેદ અને દંડ ફટકારતો હુકમ તેમજ આરોપીએ ભોગબનનારના માતાપિતાને રૂપિયા .૨૫,૦૦૦ / – વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો છે.