સગીરા પર બળાત્કાર અનેે હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા
નડીયાદ, કપડવંજ તાલકુાના એક ગયામમાં સગીરા સાથે આરોપીએે બળાત્કાર ગુજાર્યો બાદ એક સંતાનને જન્મ આપ્યા બાદ આરોપીએ આ સગીરાના ઘરમાં જઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે કેસમાં કપડવંજની કોર્ટે આરોપીનેે આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
આ કેેસમાં સગીરા સાથે બળાત્કાર થતાં એક બાળકનો જન્મ પણ થયો હતો. કપડવંજ તાલુકાના એક ગામમાં સગીર વયની દિકરી ઉવ.આ ૧૪ તા.૧પ-૯-ર૦૦૯ની રોજ હાઈસ્કુલ માં ધો.૯ની પરીક્ષા આપવાનું કહી શાળામાં જવા નીકળી હતી.
આ સમયે આરોપી સોમાભાઈ ઉદાભાઈ ઠાકોર ઉ.વ.આ.ર૬ સિકંદર ઘોરડા, તા.કઠલાલના ઓએ આ સગીરાનેેેે લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હતો. જેથી તેની સામે કઠલાલ પોલીસ સ્ટેશન ખાતેેે ઈપીકો કલમ ૩૬૩, ૩૬૬ તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
ત્યારબાદ ભોગ બનનારનેેે આરોપીએ તા.રપ-૭-૧૩ સુધી વિવિધ સ્થળોએે લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. જેને કારણે સગીરા ગર્ભવતી થઈ હતી. જેનાથી એક બાળકનો જન્મ થયો હતો. તા.૧૮-૧-૧૪ ના રોજ ફરીયાદી એટલે કે ભોગ બનનાર પીડિતાની માતા બંન્નેનાઓ પોતાના ઘરે હતા અને ભોગ બનનારની માતા પોતાના ઘર પાછળ વાડાના ભાગે બાધેલ ઢોરને પાણી પીવડાવતા હતા
એ વખતેે આ કામનો આરોપી સોમાભાઈ ઉદાભાઈ ઠાકોર (પરમાર) નાઓ ફરીયાદીના ઘરમાં આવી ભોગ બનનાર સગીર વયની દિકરીને ગળાના ભાગેે તથા અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવ્યુ હતુ.
આ બાબતે કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે ઈપીકો કલમ ૩૦ર તથા એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપી સોમાભાઈ ઉદાભાઈ ઠાકોર વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો હતો.