UPમાં માતા-બહેનને માથામાં ઈંટો મારી અમદાવાદ ભાગી આવેલો આરોપી ઝડપાયો
ઉત્તરપ્રદેશમાં માતા-બહેનનું મર્ડર કરી ફરાર થયેલો આરોપી અમદાવાદથી ઝડપાયો- જમીનની તકરારમાં માતા પુત્રીની હત્યા કરી હતી
(એજન્સી)અમદાવાદ, ઉત્તર પ્રદેશમાં માતા પુત્રીના ડબલ મર્ડર કેસમાં ફરાર આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જમીનની તકરારમાં માતા પુત્રીની હત્યા કરી સળગાવી દેવામાં આવી હતી. જે મામલે આરોપી અમદાવાદમાં છુપાયો હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચે નારોલ વિસ્તારમાંથી ધરપકડ કરી છે. ગુનાના અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. Uttar pradesh basti district double murder case
ક્રાઈમ બ્રાન્ચે આરોપી રાજન ઉર્ફે રાજેશ ઉપાધ્યાયની ધરપકડ કરી છે. જેણે ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં પોતાની માતા ગોદાવરી દેવી અને બહેન સૌમ્યાની ૩ ડિસેમ્બરના રોજ ગળુ દબાવી હત્યા કરી હતી. જે બાદ અન્ય આરોપી સાથે મળી મૃતદેહને સળગાવી દેવામાં આવ્યા હતા. જે ગુનામાં આરોપી રાજન ગુજરાતના અમદાવાદમાં આવીને છુપાયો હોવાની માહિતી સામે આવી હતી.
જેથી ક્રાઈમ બ્રાંચે નારોલ વિસ્તારમાંથી તેની ધરપકડ કરી છે. ઘટનાની વાત કરીએ તો પિતાએ કરેલી વારસાઈમાં મન દુઃખ તથા કુલ ૮ આરોપીએ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યુ છે. જેમાંથી ૩ આરોપીની યુપી પોલીસે ધરપકડ કરી છે. હત્યા માટે આરોપીઓએ માતા-પુત્રીનું મોં દબાવી માથામાં ઈંટોના ઘા મારી, ગળું દબાવી હત્યા નિપજાવી હતી. બાદમાં પથારીમાં સુવડાવી આગ લગાડી દીધી હતી.
ઝડપાયેલા આરોપી રાજનના પિતા અવધેસે મિલકતની વસિયતમાં મૃતક પત્ની અને પુત્રીના નામે ૨૦ વીઘા જમીન લખી આપી હતી. જ્યારે આરોપી રાજન તથા અન્ય એક પિતરાઈ ભાઈ કરુણાકરને દોઢ વિઘા જમીન આપી હતી. ઉપરાંત આરોપી રાજનના પિતાને મોટા ભાઈની વારસાઈમાં મળેલી જમીન પણ બંને મૃતકના નામે કરી હતી.
જેથી વસીયતમાં આરોપીને અન્યાય તથા મન દુઃખ રાખી હત્યાને અંજામ આપ્યો હતો. મહત્વનું છે કે આરોપીએ આ પહેલા પણ મધ્યપ્રદેશના શૂટર બોલાવી હત્યાનું કાવતરૂ રચ્યું હતુ. જોકે હત્યા ન થતા જાતે જે હત્યા કરવાનું પ્લાનીંગ કરી હત્યાને અંજામ આપ્યો હતો.
માતા પુત્રીની હત્યામાં કુલ ૮ આરોપી રાજન, કરુણાકર, કમલેશ, કૌશલ ચંદન, શાંતિ દેવી, શિલ્પાદેવી, રામ મિલન અને બલવિર ઉર્ફે મુન્ના સાથે મળી અંજામ આપ્યો હતો. હત્યાના ગુનામાં રાજન ફરાર થતાં તેના ભૂતકાળની તપાસ કરતા તે અમદાવાદમાં મજૂરી માટે અગાઉ રોકાયો હોવાની માહિતી મળી હતી.