Western Times News

Gujarati News

સાહિત્યકારો ગુણ અને સંસ્કારથી સમાજને સમૃદ્ધ કરે છે : આચાર્ય દેવવ્રત

સંસ્કાર ભારતીગુજરાત પ્રાન્ત દ્વારા વિવિધ ક્ષેત્રના વરિષ્ઠ કલાકારોનું સંસ્કાર વિભૂષણ‘ પુરસ્કારથી સન્માન

રાજ્યપાલશ્રીના હસ્તે રાજ્યના 28 જેટલા ખ્યાતનામ કલા સાધકોને સંસ્કાર સન્માન તથા સંસ્કાર વિભૂષણ માનપત્ર એનાયત કરાયા

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે સંસ્કાર ભારતીગુજરાત પ્રાન્ત દ્વારા આયોજિત સંસ્કારોત્સવ સમારોહમાં ગુજરાતના સંગીતસાહિત્યકલાનાટ્ય-નૃત્ય સહિત વિવિધ ક્ષેત્રના વરિષ્ઠ કલાકારોનું સંસ્કાર વિભૂષણ‘ પુરસ્કારથી સન્માન કર્યું હતું.

કલા ક્ષેત્રના મહાનુભાવોને અભિનંદન આપતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કેકલાકારો-સાહિત્યકારો વિશેષ ગુણો અને સંસ્કારોથી સમાજને અને દેશને વૈચારિક રીતે સમૃદ્ધ કરે છે. સાહિત્યસંગીત કે કલા માત્ર મનોરંજનનું માધ્યમ નથીમનુષ્યમાં સુસંસ્કારોનું સિંચન કરીને આત્માને આનંદિત અને આહ્લાદિત કરીને અધ્યાત્મ તરફ લઈ જાય છે.

સંસ્કાર ભારતી 43 વર્ષથી ભારતીય કલા અને ભારતીય સંસ્કૃતિની સેવામાં સક્રિય છે. સંસ્કાર ભારતી એક વૈચારિક ચેતના છેજે કલાના માધ્યમથી ભારતીય સભ્યતા અને વૈશ્વિક સમુદાયને નૂતન દિશા દર્શન કરાવવાના આશય સાથે પ્રવૃત્ત છે. ભારતના 34 રાજ્યોમાં 1300 સમિતિઓના માધ્યમથી સંસ્કાર ભારતી સક્રિયતાથી કલા અને કલાકારોના ઉત્કર્ષ માટે કાર્યરત છે.

ગુજરાતના 28 જેટલા ખ્યાતનામ કલાકારોને સંસ્કાર સન્માન – 2024′ અને સંસ્કાર વિભૂષણ‘ માનપત્ર અર્પણ કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કેજે માઇક્રોફોન દ્વારા મારો અવાજ આપના સુધી પહોંચે છે એ માઇક્રોફોનમાં વપરાયેલા લોખંડ અને પ્લાસ્ટિકની કિંમત તો 20-40 રૂપિયા જ હશેપરંતુ એન્જિનિયરોએ લોખંડ-પ્લાસ્ટિકના ટુકડામાં સંસ્કાર સિંચન કરીને તેને માઇક્રોફોન બનાવ્યું એટલે તેની કિંમત હજ્જારો રૂપિયા થઈ ગઈ. સંસ્કાર માણસને મનુષ્ય બનાવે છેમૂલ્યવાન બનાવે છેજીવન જીવતાં શીખવે છે.

જે વ્યક્તિ સાહિત્યસંગીત અથવા કળા વિનાની છે તે વ્યક્તિ પૂંછડા અને શીંગડા વિનાના પશુ સમાન છેઆ સુભાષિતને ટાંકીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કેકલા મનુષ્યને જીવન જીવતાં શીખવે છે. આ સૃષ્ટિમાં જડ-ચેતન તમામ પદાર્થો અન્યના ઉપયોગ અને પૂર્તિ માટે છે.

મનુષ્ય જીવન પણ પરમાર્થ માટે હોવું જોઈએ. ધર્મઅર્થ અને કામ કરતાં કરતાં મોક્ષ પ્રાપ્તિ એ જીવનનો પરમ ઉદ્દેશ્ય છે. કલા-સાહિત્ય આ દિશામાં પ્રેરણા આપવાનું કામ કરે છે. તેમણે ભારતીય જીવન મૂલ્યો અને ભારતીય સંસ્કાર પરંપરાને જાળવી રાખવાની જવાબદારી નિભાવતી સંસ્કાર ભારતીને અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે ભારત સરકારની સંગીત નાટક અકાદમીના ઉપાધ્યક્ષ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે સંસ્કાર ભારતી સંસ્થાના કાર્યોનો ચિતાર આપ્યો હતો અને આજના આયોજન બદલ અભિનંદન આપતાં કહ્યું કેપશ્ચિમી સંસ્કૃતિના આક્રમણ અને ઈલેક્ટ્રોનિક મનોરંજક માધ્યમોના પ્રભાવ વચ્ચે સંસ્કાર ભારતી ધરતીની ધૂળમાં રમતા કલાકારોની કલાને પોંખીનેતેમના મૂંગામંતર થઈ ગયેલા વાજિંત્રોને ધબકતાં રાખવાનું કામ કરી રહી છે જે પ્રશંસનીય છે.

તેમણે કહ્યું કે અનાજ કે ચીજ વસ્તુઓનો દુષ્કાળ પડશે તો વિદેશથી આયાત પણ કરી શકાશે. પરંતુ કલાસંસ્કાર અને સંસ્કૃતિનો દુષ્કાળ પડશે તો તે ક્યાંયથી આયાત નહીં થઈ શકે. કલાસંસ્કાર અને સંસ્કૃતિને તો આપણી ધરતીમાં જ ઉગાડવા પડશેતેનું જતન અને સંવર્ધન કરવું પડશે. કલા દિવસે તો કલાકાર જીવશેઅને કલાકાર જીવશે તો રાષ્ટ્ર જીવશે.

આ પ્રસંગે સંસ્કાર ભારતીના ગુજરાત પ્રાંત પ્રમુખ શ્રી અભેસિંહ રાઠોડે ઉપસ્થિત સૌ લોકોનું અભિવાદન કરી આવકાર્યા હતા. તેમણે આનંદપૂર્વક જણાવ્યું હતું કેસંસ્કારોત્સવ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના પ્રણેતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિ એ આપણા સૌ માટે ગૌરવપૂર્ણ બાબત છે.

આ પ્રસંગે સંસ્કાર ભારતીગુજરાત પ્રાંતના ઉપપ્રમુખ શ્રી રમણીકભાઈ ઝાપડિયાજનરલ સેક્રેટરી શ્રી જયદીપસિંહ રાજપૂતશ્રી ઓજસ હિરાણી તથા રાજ્યના વિવિધ ખ્યાતનામ લોકકલાકારો અને  સંસ્કાર ભારતી સંસ્થા સાથે જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.