સીઆઈડીમાંથી એસીપી પ્રદ્યુમ્નની વિદાય, શિવાજી સાટમે શો છોડ્યો

મુંબઈ, ભારતીય ટેલિવિઝનમાં સૌથી લોકપ્રિય શો સીઆઈડીની નવી સીઝન થોડાં વખત પહેલાં જ ફરી એક વાર શરૂ થઈ છે. પરંતુ હવે તેમાં મોટું પરિવર્તન આવવાનું છે, આ શોનું સૌથી લોકપ્રિય પાત્ર ભજવતા શિવાજી સાટમ અન્ય શો અને ફિલ્મોમાં વિવિધ રોલ કરવા છતાં માત્ર એસીપી પ્રદ્યુમ્ન નામથી જ સૌથી વધુ લોકપ્રિય થયા છે. ત્યારે હવે શિવાજી સાટમ આ શો છોડી રહ્યા છે એવા અહેવાલો છે.
સોશિયલ મીડિયા પર શિવાજી સાટમ અને તિગ્માંશુ ધુલિયાનો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં તિગ્માંશુ શિવાજી સામે બંદુક તાકીને ઉભેલા દેખાય છે.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હવે આ શોમાં એસીપી પ્રદ્યુમ્નને મૃત બતાવાશે. થોડાં વખતથી તિગ્માંશુ ધુલિયા સીઆઈડીમાં ક્›ર અને કુખ્યાત આંખ ગેંગના લીડર બાર્બાેસાનો રોલ કરે છે. તે આ શોમાં એસીપીને મારી નાખશે.
આવનારા એપિસોડમાં સીઆઇડીની ટીમને મારી નાખવા માટે બાર્બાેસા બોમ્બ મુકશે એવું બતાવવામાં આવશે. આ બ્લાસ્ટમાં સાઆઈડી ટીમના બાકીના સભ્યો બચી જશે, પરંતુ શિવાજી સાટમ નહીં બચે. હવે એવા અહેવાલો પણ છે કે પ્રોડક્શન હાઉસે આ પાત્ર માટે ઓડિશન પણ શરૂ કરી દીધાં છે.
નવા એસીપી માટે ઓડિશન ચાલે છે પણ હજુ કોઈ સિલેક્ટ થયું નથી. એસીપી પ્રદ્યુમ્નના મૃત્યુનો એપિસોડ શૂટ થઈ ગયો છે અને ટૂંક સમયમાં ટીવી પર આવી જશે. હવે નવા એસીપી કેટલા અસરકારક હશે તે જોવાનું રહેશે.SS1MS