એક્ટિંગ હવે પૈસાવાળાનો ધંધો, કળા રહી નથી રહીઃ અવિનાશ

મુંબઈ, અવિનાશ તિવારીએ ફિલ્મોમાં શરૂઆત તો જોરદાર કરી હતી, તેણે ઇમ્તિઆઝ અલીની ‘લૈલા મજનુ’ જેવી ફિલ્મો સાથે કૅરિરની શરૂઆત કરી હતી.
પછીથી એ ઓટીટી માટેનો સફળ કલકાર બની ગયો. તાજેતરમાં જ તેની બીજી એક ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ છે, ‘ધ મહેતા બોય્ઝ’ જે બોમન ઇરાની દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ પહેલાં તેણે ‘સિકંદર કા મુકદ્દર’માં પણ જોરદાર અભિનય કર્યાે હતો.
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેણે ફિલ્મોની દુનિયા અને અભિનય અંગે વાત કરી હતી. અવિનાશ તિવારીએ કહ્યું, “પાંચ દિવસ તમને સારું લાગે છે અને પછીના દસ દિવસ તમને એવું લાગે કે આવું તે કંઈ જીવન હોય. ફરી પાંચ દિવસ એવા જાય કે તમને લાગે, વાહ આને જીવન કહેવાય. મારું જીવન હંમેશા આવું જ રહ્યું છે.”છેલ્લાં દસ વર્ષમાં ઘણી મહેનતથી અવિનાશ તિવારીએ પોતાનું એક સ્થાન બનાવ્યું છે.
ત્યારે પોતાના કામમાં આવેલાં પડકારો વિશે અવિનાશ કહે છે, “એક્ટિંગ સિવાય આ કામમાં જે પણ જોડાયેલું છે એ બધું જ મારા માટે ચૅલેન્જિંગ છે. તમારે એક મહિનામાં દસ ઇવેન્ટમાં હાજર રહેવાનું હોય તો એમાં ક્યા કપડાં પહેરવા એ જ મારા માટે માથાનો દુઃખાવો છે.
તેના માટે તમે એક ટીમ રાખો અને એ તમારા આસપાસના માહોલમાં વહી જાય અને તમારા માટે તમારી ઓળખ જાળવી રાખવાનું મુશ્કેલ બની જાય. તમારે તમારી ખરી ઓળખ જાળવી રાખવું એ બધો પૈસાનો ખેલ બની ગયો છે. બધું જ પૈસાથી ચાલે છે, એક્ટિંગ હવે એક અમીર માણસનો બિઝનેસ બની ગયો છે. આ હવે માત્ર એક કળા અને કૌશલ્ય નથી રહી, એક બિઝનેસ બની ગઈ છે.
આ બધું મારા માટે ચૅલેન્જિંગ છે.”ધ મહેતા બોય્ઝ પછી હવે અવિનાશ તિવારી અદિતિ રાવ હૈદરી સાથે ઇમ્તિઆઝ અલીની સિરીઝમાં કામ કરી રહ્યો છે. જેમાં તેની સાથે અર્જૂન રામપાલ અને અહેસાસ ચન્ના જેવા કલાકારો પણ છે.
૨૫ ફેબ્›આરીથી આ સિરીઝનું શૂટ શરૂ થઈ ચૂક્યું છે. આ સિરીઝની વાર્તા અંગે હજુ ખાસ માહિતી નથી પરંતુ આ એક ઇમોશનલ એક્સ્ટ્રા મેરીટલ અફેરની સ્ટોરી હશે. જેનું નામ ‘ઓ સાથી રે’ આપવામાં આવ્યું છે અને આ સિરીઝ નેટફ્લિક્સ પર આવશે.
તેમાં જુના જમાનાના લોકોની મોડર્ન સ્ટોરી છે.આ ફિલ્મ વિશે ઇમ્તાઆઝ અલીએ કહ્યું, “આ ફિલ્મની વાર્તાએ દરેક પડાવ પર મને આશ્ચર્ય પમાડ્યું છે. સ્ટોરી આજની હોવા છતાં તેની લાગણીઓ અનંત છે. નેટફ્લિક્સે આ કાલપ્નિક વાર્તાને સ્વરુપ આપવાનું શક્ય બનાવ્યું છે.”SS1MS