Western Times News

Gujarati News

સુરતમાં પોલીસના કોમ્બિંગમાં ૧૬૪ લોકો સામે કાર્યવાહી

પ્રતિકાત્મક

સુરત, સુરતમાં ગત રવિવારે રાજમાર્ગ ઉપર દબાણ હટાવવાના મુદ્દેે થયેલા છમકલા બાદ શહેર પોલીસે આગામી ઈદના તહેવારોને પગલે કોઈ જાેખમ નથી લેવા માંગતી. બામરોલી કોસાડઆવાસ, જહાંગીરપુરા, ઉત્તરાણ, સહિતના વિસતારોમાં કોમ્બિંગ હાથ ધર્યુ હતુ.

તેમાં ૧૬૪ લોકો ઘાતક હથિયાર રાખવા, દારૂ પીવા અને નંબર પ્લેટ વગરના વાહનો લઈને ફરવા નીકળવા જેવા કૃત્ય કરીને કાયદાનેે ખિસ્સામાં રાખીને ફરતા પકડાયા હતા.

પોલીસ સુત્રોે પાસેથી મળતી માહિતી અનુસાર નજીકના દિવસોમાં રમઝાન ઈદના તહેવારને પગલ્‌ે બામરોલી , ઉત્તરાણ, અને જહાંગીરપુરા પોલીસ મથકમાં અલગ અલગ ટીમની મદદથી શહેર પોલીસે સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.

અંદાજે ત્રણ કલાક સુધી ચાલેલા આ કોમ્બિંગ દરમ્યાન આમરોલી અને ખાસ કરીનેે કોસાડ આવાસ સહિતના વિસ્તારોમાં પોલીસે ઉંડી તપાસ ઝુંબેશ હાથ ધરી હતી. કોસાડા આવાસ, આમરોલી, ઉત્તરાણ, જહાંગીરપુરા રોડ ઉપર લોકોની સરતપાસ કરીે હતી. તેમાં ૧૬૪ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પલીસના જણાવ્યા અનુસાર કોમ્બિંગ દરમ્યાન નંબર પ્લેટ વિનાના ૭૦ વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરનાર ૧૬ આરોપીઓ પાસેથી રેમ્બો છરા, ગુપ્તી અને તલવાર સહિતના ઘાતકી હથિયારો ઝડપી પાડવામાં આવ્યા હતા. બીજી તરફ દારૂ પીધેલી હાલતમાં ૧ર અને દારૂ સાથે પાંચ શખ્સ સામે પણ કાયેદસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે શહેરમાં ગત રવિવારેેે મોડીરાત્રે રાજમાર્ગ ઉપર દંબાણ હટાવવાના મુદ્‌ ચકમક થઈ હતી. છમકલુ જેવું થયુ હતુ. તેેમાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. એટલે આગામી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીનેે સુરત શહેર પોલીસ વધુ સતર્ક થઈ ગઈ છે.

અસામાજીક તત્ત્વ્‌ સામે સખ્ત કાર્યવાહી હાથ ધરવા માટેનો ઈરાદો બનાવી ચૂકી છે. થોડા સમય પહેલાં આજ રીતે અડાજણ, પાલ અને જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં પણ કોમ્બિંગ દરમ્યાન અનેક આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.