ગાંધીનગરમાં ટયુશન કરાવતા શિક્ષકો સામે શું પગલાં લેવાયા?
ફરીયાદીને જવાબ ન મળતા આક્રોશઃ ગાંધીનગરમાં ટયુશનીયા શિક્ષકો બિન્દાસ્ત હોવાનો રોષ પ્રબળ બન્યો છે
ગાંધીનગર, ગાંધીનગરમાં ટયુશનીયા શિક્ષકો બિન્દાસ્ત હોવાનો રોષ પ્રબળ બન્યો છે. જયારે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો ટયુશન કરતા હોવાની રજુઆત પણ થોડા દિવસો અગાઉ જીલ્લા શિક્ષણાધ્કિારી સમક્ષ કરવામાં આવી હતી. જયારે આ મામલે શિક્ષણતંત્રએ શુ પગલા લીધા ંતે અંગે પણ કોઈ પ્રતીઉત્તર ન અપાતો હોવાનો રોષ પ્રબળ બન્યો છે.
ગાંધીનગરની શાળાઓના કેટલાક શિક્ષકો ટયુશન કરતા હોવાની ફરીયાદ ઉઠવા પામી છે. શિક્ષકો નિયમોનું ઉલ્લઘન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જયારે શહેરની વિવિધ ત્રણ શાળાઓના શિક્ષકો ટયુશન કરાવતા હોવાની રજુઆત પણ દશરથિંસંહ ખેરે અગાઉ જીલ્લા શિક્ષપ્ણાધિકારી કરીને હતી.
જેમાં સે-ર૩ની આર જી કન્યા શાળા અને એમબી પટેલ સ્કુલની શ્ક્ષિક તેમજ સે-ર૧ ની ગ્રાન્ટેેડ સ્કુલના શિક્ષણ પણ ટયુશન કરતા હોવાની ફરીયાદ પણ જીલ્લા શિક્ષણાધિકારી સમક્ષ કરવામાં આવી હતીં. જાે કે આ મામલે હજુ સુધી કોઈ પગલા લેવાયા ન હોવાનો રોષ પણ તેમણે વ્યકત કર્યો છે.
જયારે જીલ્લા શિક્ષણાધિકારીને આ અંગે ખાનગી ટયુશન કરતા શાળાના શિક્ષકો સામે શું પગલા લેવાયા તેનો જવાબ પણ તેમને મળ્યો ન હોવાનો રોષ તેમણે વ્યકત કર્યો છે.
ટયુશનીયા શિક્ષક સામે પગલા લેવાની માંગ સાથે તેમણે આ મામલો અગાઉ જીલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોના પગાર પણ તોતીગ હોય છે છતાં ખાનગીમાં ટયુશન કરી લાખોની આવક કર છે.
જેની સામે યોગ્ય કાર્યવાહી થાય તે અનિવાર્ય છે. જાે કે ગાંધીનગરમાં ટયુશનીયા શિક્ષકો લાંબા સમયથી હરકતમાં છે. જયારે આ મામલે વિધાર્થીઓને પોતાને ત્યાં ટયુશન રખાવવા માટે પણ દબાણ થતું હોવાના આક્ષેપ પણ થઈ રહયો છે.