Western Times News

Gujarati News

સામરવરણી ગ્રામ પંયાયતે ગંદકી ફેલાવનારાઓ વિરૂદ્ધ કરેલી કાર્યવાહી

પંચાચત સેક્રેટરીએ બે ચાલીઓના ૧૮ રૂમોનું વીજ જાેડાણ કાપતા ફફડાટ

(પ્રતિનિધિ) સેલવાસ, દાદરા નગર હવેલીની સામરવરણી ગ્રામ પંચાયતે ગામમાં તથા દરેક ફળિયામાં અને ચાલોમાં રહેણાંક વિસ્તારોમાં ગંદકી ફેલાવનારાઓને ચારથી પાંચ વખત નોટિસો આપ્યા બાદ પણ કેટલીક ચાલીઓમાં સાફસફાઈ નહીં રાખવાથી સામરવણી ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રીમતી ર્નિમલાબહેન દ્વારા પંચાયત સ્ટાફ સાથે આંબાપાડામાં શૌક્ત અલીની ચાલ અને નવાપાડામાં સતીશ યાદવની ચાલમાં પહોંચી બન્ને ચાલીઓમાં જ્યાં જુઓ ત્યાં ચારેય બાજુ કચરાના ઢગલાં જાેઈને ચાલ માલિક શૌકત અલીને ફોન કર્યો, પણ શૌકત અલીએ ફોન ઉપાડ્યો ન હતો. ત્યારબાદ પંચાયતના સેક્રેટરીએ સતીશ યાદવને ફોન કરીને ચાલમાં સ્વચ્છતા રાખવા જણાવ્યું હતું.

આ બાબતે ચાલનાં માલિક સતીશ યાદવે સંતોષકારક જવાબ અને સહયોગ આપવાના બદલે પંચાયત સેક્રેટરી શ્રીમતી ર્નિમલાબહેનને ઉલ્ટો જવાબ આપતા કહ્યું હતું કે, તમારા પાસે અમારુ વીજજાેડાણ કાપવાનો અધિકાર જ નથી. ત્યારબાદ પંચાયત સેક્રેટરી શ્રીમતી ર્નિમલાબહેને વિજળી સપ્લાઈ કરતી કંપની ટોરેન્ટ પાવરના કર્મચારીઓને બોલાવીને શૌકત અલી અને સતીશ યાદવની ચાલીઓના કુલ ૧૮ રૂમોના વીજ જાેડાણો કાપી નંખાવ્યા હતા.

વીજ જાેડાણ કાપવા બાદ ગ્રામ પંચાયત સેક્રેટરી શ્રીમતી ર્નિમલાબહેને જણાવ્યું હતું કે, સામરવણી ગ્રામ પંચાયતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઉપ રૂલ્સ-૨૦૨૨ના આધારે શ્રીમતી ર્નિમલાબહેને વિજળી સપ્લાઈ કરતી કંપની ટોરેન્ટ પાવરના કર્મચારીઓને બોલાવીને શૌકત અલી અને સતીશ યાદવની ચાલીઓના કુલ ૧૮ રૂમોના વીજ જાેડાણો કાપી નંખાવ્યા હતા.

વીજ જાેડાણ કાપ્યા બાદ ગ્રામ પંચાયત સેક્રેટરી શ્રીમતી ર્નિમલાબહેને જણાવ્યું હતું કે, સામરવણી ગ્રામ પંચાયતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઉપ રૂલ્સ-૨૦૨૨ અંતર્ગત ઉપરોક્ત બન્ને ચાલીઓની ૧૮ રૂમોના વીજ જાેડાણ કાપવામાં આવ્યા છે. બંને ચાલીઓમાં જ્યાં સુધી નિયમિત – સાફસફાઈ રાખવાની બાહેંધરી આપવામાં નહીં આવે અને પંચાયતને જ્યાં સુધી પેનલ્ટી ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી બંને ચાલીઓમાં પાછું વીજ જાેડાણ જાેડવામાં આવશે નહીં.

પંચાયત સેક્રેટરી શ્રીમતી ર્નિમલાબહેને વધુમાં જણાવ્યું હતું કે, “અમે સ્વચ્છતા સાથે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી. તેથી લોકોપોતાના ઘરો, દુકાનો, લારીઓ, ફેક્ટરીઓ, ઓફિસોમાં તથા આજુબાજુ સાફ-સફાઈ રાખવી પડશે. લોકોના જાહેર આરોગ્ય સાથે સ્વચ્છતા સંબંધી કોઈપણ પ્રકારની લાપરવાહી ભારત કરવામાં આવશે નહીં, અમે પંચાયત ગંદકી ફેલાવનાર અન્ય ચાલો, ઘઉસિંગ સોસાયટીઓ, કંપનીઓ, ભંગારના ગોડાઉનો તથા વિવિધ એકમો ઉપર ધ્યાન આપી રહ્યા છે. જ્યાં પણ સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન થતું દેખાશે ત્યાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.