મિનરલ વોટર વેચતી કંપનીઓ સામે થશે હવે કડક કાર્યવાહી
(એજન્સી)અમદાવાદ, બોટલમાં પીવાનું પાણી વેચવા માટે ૧૪ વેપારીઓએ મ્યુનિ. પાસેથી લાઈસન્સ લીધું છે. જયારે અનેક વેપારીઓ લાઈસન્સ વગર જ પાણીની બોટલો બનાવીને વેચતા હોવાની ફરીયાદ મ્યુનિ. તેમજ હેલ્થ ખાતા સુધી પહોચેી છે.
રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સીના પ્રમુખ જશવંતસિંહ વાઘેલાએ જણાવ્યું કે મ્યુનિ. પાસે આરટીઆઈમાં માહિતી માગી હતી. જેમાં માત્ર ૧૪ એકમો જ બોટલમાં પાણી વેચવાનું લાઈસન્સ ધરાવે છે. જયારે લાઈસન્સ વગર જ ઘણા બધા એકમો પીવાના પાણીની બોટલો બનાવીને બજારમાં વેચી રહયા છે.
એકબાજુ શહેરમાં પાણીજન્ય રોગચાળો વધી રહયો છે. ત્યારે લાઈસન્સ વગર પીવાના પાણીની બોટલો વેચતા એકમો ખતરાની ઘંટી જેવા સાબીત થઈ શકે છે.તેમાં પણ કેટલાક એકમો તો સીધુ નળથી પાણી ભરીને વેચતા પણ જાેવા મળ્યા હતા. ત્યારે આ દિશામાં યોગ્ય પગલા લેવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવા તેમણે મ્યુનિ. કમીશ્નરને પત્ર લખ્યયો છે.