Western Times News

Gujarati News

લાંબા સમય સુધી અરજી પડતર રાખતા અધિકારી-કર્મચારી સામે પગલા લેવાશે

AI Image

સરકારી કચેરીમાં આવતા લોકોને હાલાકી ભોગવવી ન પડે તે પ્રમાણે કામગીરી હાથ ધરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સૂચના – પ્રવક્તા મંત્રશ્રી ઋષિકેશ પટેલ

અરજીનો સત્વરે નિકાલ થાય અને પેન્ડેન્સી ઘટે તે દિશામાં પ્રયાસો હાથ ધરવા સૂચના આપી

પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેઆજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જનહિતલક્ષી મહત્વની સૂચના આપી છે. રાજ્યની તમામ સરકારી કચેરીઓ/સંસ્થાઓમાં આવતા લોકોઅરજદારોને કોઇપણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે તે દિશામાં કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી.

અરજદારોની અરજીનો ઝડપી નિકાલ આવે અને લાંબા સમયથી પડતર રહેતી અરજીઓની પેન્ડેન્સી ઘટે તે માટેના પ્રયાસો હાથ ધરવાની સૂચના મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટ બેઠકમાં આપી હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતુ.

રાજ્યના જન સંપર્ક કાર્યાલયજિલ્લા તેમજ તાલુકા પંચાયતઆરોગ્ય કચેરીઓશૈક્ષણિક સંસ્થાઓમાં આવતા અરજદારો કે સર્વિસ મેળવવા માટે આવતા લોકોની સમસ્યા અને ફરિયાદનું સત્વરે નિકાલ થાય તેવા પ્રયાસો હાથ ધરવા કહેવામાં આવ્યું છે.

લાંબા સમય સુધી અરજી નો નિકાલ ન કરતા અધિકારી-કર્મચારી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પ્રવક્તા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતુ કેરાજ્યની સરકારી કચેરીઓ/સંસ્થાઓમાં સેનિટેશનસ્વસ્છતા પીવાના પાણીની બાબતોનું પણ ધ્યાન રાખવા અને ફાયર લાયસન્સ, N.O.Cની ચકાસણી કરવા માટેની પણ તાકીદ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.