અભિનેતા આમિર ખાન શ્રીદેવીને પ્રેમ કરતો હતો
મુંબઈ, બોલિવૂડનો ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ એટલે કે આમિર ખાનના લાખો ચાહકો છે. આમિરે ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ જેવી સતત બે ફ્લોપ ફિલ્મો આપી હોવા છતાં તેનું નામ સફળ ફિલ્મની ગેરંટી છે.
આઉટ ઓફ ધ બોક્સ ફિલ્મો આપનારો આમિર ખાન દરેક ઉંમર અને ક્લાસના દર્શકોને એટલા માટે ઇમ્પ્રેસ કરે છે કારણ કે તે એક્સપરિમેન્ટ કરવામાં પાછીપાની નથી કરતો. તે પોતાના રોલ માટે ઘણી તૈયારી કરે છે.
જાે કે, તે પોતાના અંગત જીવનને લઇને ઘણીવાર લોકોની નજરમાં રહે છે. સુપરસ્ટાર આમિર ખાનનું પૂરું નામ મોહમ્મદ આમિર હુસૈન ખાન છે.
આમિરને જીવનમાં એકવાર નહીં પણ ઘણી વખત પ્રેમ થયો હતો અને તેણે બે વાર લગ્ન કર્યા હતા. હવે તમને આમિર ખાન વિશે જાણીને આશ્ચર્ય થશે કે રીના દત્તા પહેલા પણ તે બોલિવૂડની એવી મહિલા સુપરસ્ટારને ચાહતો હતો જે ઘણા સ્ટાર્સના દિલની ધડકન રહી ચૂકી છે. જાે કે તે અભિનેત્રીના દિલની ધડકન બોલીવુડ ફિલ્મ નિર્માતા બોની કપૂર હતા. આમિરને દિવંગત અભિનેત્રી શ્રીદેવી ગમતી હતી.
આમિર ખાન શ્રીદેવીને પ્રેમ કરતો હતો અને તેણે પોતે એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે રીના દત્તા સાથે લગ્ન પહેલા એટલે કે મોડલિંગના દિવસોમાં તે શ્રીદેવીને ખૂબ પસંદ કરતો હતો, તે તેનો ક્રશ હતી.
જાેકે તે શ્રીદેવી સાથે ક્યારેય કોઇ ફિલ્મ કરી શક્યો નહોતો. તેણે થોડું કામ કર્યું હતું. એક ઇન્ટરવ્યૂ દરમિયાન આમિર ખાને જણાવ્યું હતું કે તેને શ્રીદેવી સાથે કામ કરવાની તક પણ મળી હતી. શ્રીદેવી અને આમિર ખાન એક મેગેઝિન ફોટોશૂટ માટે સાથે જાેવા મળ્યા હતા.
જાેકે, શ્રીદેવીને પોતાની સામે જાેઈને તે ખૂબ જ નર્વસ થઈ ગયો હતો. ફિલ્મફેરના ઇન્ટરવ્યૂ દરમિયાન આમિર ખાને કહ્યું હતું કે, હું શ્રીદેવીજીનો મોટો ફેન રહ્યો છું, તે મારી ફેવરિટ અભિનેત્રી છે. તે મારો પહેલો ક્રશ રહી ચૂકી છે. મેં તાજેતરમાં જ બોની (કપૂર)ને આ વિશે કહ્યું હતું.
જ્યારે હું ઇન્ડસ્ટ્રીમાં નવો હતો. એકવાર મને શ્રીદેવી સાથે એક મેગેઝિનના શૂટિંગ માટે આમંત્રણ મળ્યું હતું. હું તમને કહી શકતો નથી કે હું કેટલો ડરી ગયો હતો. હું વિચારવા લાગ્યો કે જ્યારે હું તેની સામે આવીશ, ત્યારે તે મને બે જ સેકન્ડમાં ઓળખી જશે કે આ છોકરો મને પસંદ કરે છે અને મારા દિલમાં તેના માટે કેટલો પ્રેમ છે. તેની સુંદરતા જાેઈને હું એકદમ ઘાયલ થઈ ગયો હતો. તેમને મળવું પણ મુશ્કેલ હતું.
જાે કે શ્રીદેવી સાથે ફિલ્મ ન કરી શકવાનો મને હંમેશા અફસોસ રહેશે. આમિર ખાનના પહેલા લગ્ન રીના દત્તા હતા. રીના અને આમિરની લવ સ્ટોરી પણ ઘણી ફેમસ છે.
કહેવાય છે કે, રીનાને પામવા માટે આમિર ખાન પાગલ હતો. તે એટલો પાગલ હતો કે તેણે તેના લોહીથી તેના માટે એક પ્રેમ પત્ર પણ લખ્યો હતો. જાેકે, બાદમાં રીના દત્તાએ તેને ઠપકો પણ આપ્યો હતો. આમિરે ૧૯૮૬માં રીના સાથે લગ્ન કર્યા હતા, પરંતુ થોડા સમયમાં જ તેમના છૂટાછેડા થઈ ગયા હતા.SS1MS