અભિનેતા અલ્લૂ અર્જૂનને પહેલી વાર મળ્યો એવોર્ડ
મુંબઈ, વર્ષ ૨૦૨૧માં બનેલી ફિલ્મો માટે આયોજીત કરવામાં આવેલા આ સમારંભ ખૂબ જ ચર્ચામાં છે. એવોર્ડ જીતનાા સ્ટારને રાષ્ટ્રપતિના હસ્તે સન્માન મળ્યું હતું. કોરોના મહામારીના કારણે આ એવોર્ડ ૧ વર્ષ લેટ ચાલી રહ્યો છે. અલ્લૂ અર્જૂનને ફિલ્મ પુષ્પા માટે બેસ્ટ એક્ટરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આલિયા ભટ્ટ અને કૃતિ સેનને ગંગૂબાઈ અને મિમી ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
અહીં બંને એકટ્રેસને રાષ્ટ્રપતિના હાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. આલિયા ભટ્ટ જ્યારે સ્ટેજ પર ટ્રોફી લેવા પહોંચી તો તેના પતિ રણબીર કપૂર ચીયર કરતો જાેવા મળ્યો હતો. દ નાંબી ઈફેક્ટને બેસ્ટ ફીચર ફિલ્મના સન્માનથી નવાજવામાં આવી છે. તેની સાથે જ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ દ કશ્મીર ફાઈલ્સને નગરિસ દત્ત એવોર્ડથી સન્માનિત કરાઈ છે.
તેની સાથે જ ડાયરેક્ટર સીજત સરકારની ફિલ્મ સરદાર ઉધમની પણ કેટલાય એવોર્ડ મળ્યા છે. આ ફિલ્મને બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. તેની સાથે જ બેસ્ટ સિનેમેટોગ્રાફી, બેસ્ટ ઓડિયોગ્રાફી, બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન અને બેસ્ટ કોસ્ટ્યૂમ ડિઝાઈનનો એવોર્ડ પણ સરદાર ઉધમના ફાળે જાય છે. તેની સાથે જ ખ્યાતનામ એક્ટ્રેસ વહીદા રહમાનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા છે.
આ એવોર્ડના વિનર્સના નામની ઘોષણા આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કરી દેવામાં આવી હતી. જેનો એવોર્ડ સમારંભ મંગળવારે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજીત કરવામાં આવ્યો હતો. ડાયરેક્ટર નિખિલ મહાજન અને બકુલ મતિયાનીને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડથી સન્માનિત કરાયા છે. પલ્લવી જાેશીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. મિમી ફિલ્મ માટે પંકજ ત્રિપાઠીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડથી સન્માનિત કરાયા છે. શ્રેયા ઘોષાલને ઈરવિન નિઝહલ ગીત માટે બેસ્ટ પ્લેબેક સિંગરનો નેશનલ ફિલ્મ ફેયર એવોર્ડ આપવામાં આવ્યો છે.
બેસ્ટ સ્ક્રીનપ્લે એવોર્ડ સંજય લીલા ભંસાલીની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડ માટે ઉત્કર્ષની વશિષ્ઠને આપવામાં આવ્યો છે. સંજય લીલા ભંસાલીને બેસ્ટ એડિટિંગનો એવોર્ડ આપ્યો છે. સંજય લીલા ભંસાલીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ગંગૂબાઈને પણ કેટલાય એવોર્ડ મળ્યા છે.SS1MS