અભિનેતા Amir Khan ૫૮મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો
મુંબઈ, બોલિવૂડના દિગ્ગજ અભિનેતા આમિર ખાન આજે પોતાનો ૫૮મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યો છે. આ ખાસ અવસર પર તેને સોશિયલ મીડિયા પર ચારે તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. ફેન્સની સાથે સાથે અનેક સેલિબ્રિટીઓએ પણ શુભેચ્છા પાઠવી છે. Actor Amir Khan celebrated his 58th birthday
આમિર ખાનને ઈન્ડસ્ટ્રીમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને આ નામ તેની શાનદાર એક્ટિંગ ટેલેન્ટને કારણે મળ્યું છે. જાેકે, ઈન્ડસ્ટ્રીમાં ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ માટે જગ્યા બનાવવા માટે તેને ઘણી મહેનત કરવી પડી હતી.
એક જમાનામાં તે રસ્તાઓ પર ફરીને પોતાની ફિલ્મોના પોસ્ટર ચોંટાડતો હતો. આમિર ખાને ૧૯૭૩માં ફિલ્મ યાદો કી બારાતથી ચાઇલ્ડ એક્ટર તરીકે પોતાની ફિલ્મી સફર શરૂ કરી હતી.
View this post on Instagram
જાે કે, હીરો તરીકે તેનું કરિયર ૧૯૮૮માં આવેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’થી પાટે ચડ્યું હતું, જેમાં તે એક્ટ્રેસ જુહી ચાવલા સાથે જાેવા મળ્યો હતો. આ ફિલ્મમાં આમિરે એક્ટિંગમાં જીવ રેડી દીધો હતો સાથે જ તે ફિલ્મને હિટ કરવામાં કોઈ કસર છોડવા માંગતો ન હતો. તેણે પોતે જ રસ્તાઓ પર ફરીને પોતાની ફિલ્મના પોસ્ટર ચોંટાડ્યા હતા. તે સમયે તે એટલો ફેમસ ન હતો, તેથી કોઈ તેને ઓળખી શક્યું ન હતું.
તે સમયનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક ઓટો ડ્રાઈવરે તેની ફિલ્મનું પોસ્ટર લગાવવાની ના પાડી હતી. તે લોકોને કહેતો હતો કે આ ફિલ્મમાં તે પોતે જ હીરો છે, પરંતુ ઘણા લોકોએ આ વાત સ્વીકારવાની પણ ના પાડી દીધી હતી.
આમીર ખાનની આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ અને આ પછી તેણે ઘણી વધુ હિટ ફિલ્મો પણ આપી. તેણે પછીના વર્ષોમાં ‘દિલ’, ‘જાે જીતા વોહી સિકંદર’ અને ‘હમ હૈ રાહી પ્યાર’ જેવી ફિલ્મો કરી અને આ ફિલ્મોમાં આમિરને ખૂબ પસંદ કરવામાં આવ્યો.
આમિરને તે જમાનાનો ચોકલેટ બોય કહેવામાં આવતો હતો, પરંતુ તેણે પોતાની કરિયરને ઊપર લઈ જવા માટે આ ઈમેજથી અલગ સિરિયલ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેણે ‘ગુલામ’, ‘સરફરોશ’ અને ‘લગાન’ જેવી ફિલ્મો કરી અને આ ફિલ્મો હિટ પણ રહી.SS1MS