અભિનેતા અમિતાભ બચ્ચન ગુગલ બોયના ફેન થઈ ગયા
અમિતાભ બચ્ચને પુછ્યો કેમેસ્ટ્રીનો સવાલ
૮ વર્ષનો ગુગલ બોય વિરાટ અય્યર બિગ બી અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિમાં જાેવા મળ્યો હતો
મુંબઈ, બિગ બી અમિતાભ બચ્ચનનો શો ‘કૌન બનેગા કરોડપતિ’ હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે શો અલગ હતો. કારણ કે ગુગલ બોય અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર હતો. છત્તીસગઢના ભિલાઈના વિરાટ અય્યરને ગૂગલ બોય તરીકે ઓળખવામાં આવે છે. તે માત્ર આઠ વર્ષનો છે.Actor Amitabh Bachchan became a fan of Google Boy Virat Iyer
વિરાટ કોહલીની જેમ આઠ વર્ષના વિરાટે પણ પરફોર્મ કર્યું હતું. પરંતુ છેલ્લી ક્ષણે તે મૂંઝવણમાં ફસાઈ ગયો હતો. તે એક કરોડના પ્રશ્ને પહોંચી ગયો. એક પછી એક સવાલનો સાચો જવાબ આપ્યો. આ કારણે તે એક કરોડ જીતવાના અંતિમ તબક્કામાં હતો. પરંતુ તેમને એક કરોડ માટે ખૂબ જ મુશ્કેલ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તે સમયે અમિતાભ બચ્ચને તેમને પૂછ્યું. ‘તમે છોડવા માંગો છો’? વિરાટે કહ્યું- ‘ના સર, હું તેના વિશે વિચારીશ.’
પરંતુ વિરાટ એક કરોડ જીતી શક્યો નહીં. અમિતાભ બચ્ચને એક કરોડ માટે કેમિસ્ટ્રીનો પ્રશ્ન પૂછ્યો હતો. અમિતાભ બચ્ચને પૂછ્યું કે, ‘આવર્ત કોષ્ટકમાં પરમાણુ ક્રમાંક ૯૬ અને ૧૦૯ ધરાવતા બે તત્વોમાં શું વિશેષ છે?’ તેમને નીચેના વિકલ્પો આપવામાં આવ્યા હતા. આ સવાલ પર વિરાટ મુશ્કેલીમાં આવી ગયો.
તેણે લાંબા સમય સુધી વિચાર્યા પછી જવાબ લોક કર્યો. પણ આ જવાબ ખોટો હતો. જેના કારણે વિરાટને ૧ કરોડને બદલે ૩ લાખ ૨૦ હજાર રૂપિયા મળ્યા. આ શો ૨૧ અને ૨૨ નવેમ્બરે પ્રસારિત થયો હતો. પરંતુ આ કાર્યક્રમમાં બિગ બી અમિતાભ બચ્ચન છોકરાના ફેન બની ગયા હતા.ss1