Western Times News

Gujarati News

એક્ટર બાબી દેઓલની સાઉથની ધમાકેદાર ફિલ્મમાં થઇ એન્ટ્રી

મુંબઈ, બોલિવૂડના જાણીતા એક્ટર બોબી દેઓલ અવારનવાર પોતાના દમદાર પાત્રોથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે. ફિલ્મ ‘એનિમલ’માં પોતાના લુક અને એકંટીંગથી ધમાલ મચાવ્યા બાદ બોબી દેઓલ ફરીથી ચાહકોનું મનોરંજન કરવા આવી રહ્યો છે.

બોબી દેઓલ ફરી પોતાના ફેન્સને સરપ્રાઈઝ આપશે. આ દિવસોમાં પણ એક્ટર પોતાના એક પ્રોજેક્ટને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ એક્ટરને તેની ફિલ્મ ‘એનિમલ’ માટે આઈઆઈએફએ ૨૦૨૪ માં બેસ્ટ વિલનનો એવોર્ડ મળ્યો હતો. ‘થલાપથી ૬૯’ ફિલ્મના નિર્માતાઓએ સત્તાવાર રીતે એક્સ પર ફિલ્મમાં બોબીની આ ફિલ્મમાં સામેલ થવાની જાહેરાત કરી છે.

તેમણે ટ્‌વીટ કરતાં કહ્યું કે, બોબી ‘થલપથી ૬૯’ની સ્ટાર કાસ્ટ સાથે જોડાયો છે તેની જાહેરાત કરતાં અમે ખુબ ખુશ અને ઉત્સાહિત છે. સાઉથના સુપરસ્ટાર વિજયની છેલ્લી ફિલ્મ હોઈ શકે છે કારણ કે, તેણે તાજેતરમાં જ તેની રાજકીય પાર્ટી ‘તમિઝગા વેત્રી કઝગમ‘ની જાહેરાત કરી હતી.

વાત કરીએ બોબી દેઓલની તો પોતાના કામથી બોલિવૂડમાં સ્થાન બનાવનાર બોબી પોતાના પાત્રમાં એક નવો આયામ ઉમેરવા માટે તૈયાર છે. અગાઉ થાલાપતિ વિજય વેંકટ પ્રભુની ‘ધ ગોટ’માં જોવા મળી હતી. જેમાં તેણે બેવડી ભૂમિકા ભજવી હતી.

આ ફિલ્મ આતંકવાદ વિરોધી ટુકડીના એક નેતાની આસપાસ ફરે છે જે થાઇલેન્ડના પ્રવાસ દરમિયાન તેના પુત્રને ગુમાવે છે, જો કે વાર્તા નવો વળાંક લે છે જ્યારે ખબર પડે છે કે પુત્ર તેના પિતા સામે ખતરનાક યોજના ધરાવે છે.

મહત્વનું છે કે, એચ. વિનોથ દ્વારા નિર્દેશિત ‘થલાપથી ૬૯’ તમિલ, તેલુગુ અને હિન્દીમાં મોટા પાયે રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મમાં પ્રશાંત, પ્રભુ દેવા, મોહન, જયરામ, સ્નેહા, લૈલા, અજમલ અમીર અને મીનાક્ષી ચૌધરી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.