Western Times News

Gujarati News

અભિનેતા ચિન્ની જયંતનો દીકરો આઈએએસ બન્યો

મુંબઈ, ભારતની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાંની એક UPSC સિવિલ સર્વિસ પરીક્ષા માનવામાં આવે છે. આ પરીક્ષા પાસ કરવા માટે ઉમેદવારોને સઘન તૈયારીની જરૂર હોય છે.

ઘણા ઘણા પડકારો છતાં આ લોકો પરીક્ષા પાસ કરવામાં સફળ થાય છે. આવું જ એક ઉદાહરણ છે શ્રુતંજય નારાયણન, જેમણે પિતાની જેમ ફિલ્મી દુનિયામાં સ્થાન ન બનાવીને પોતાનો એક અનોખો જ રસ્તો બનાવ્યો હતો. ચિન્ની જયંત પ્રખ્યાત તમિલ ફિલ્મ સ્ટાર્સમાંના એક છે, જે ૮૦ના દાયકાની રજનીકાંત સ્ટારર ફિલ્મોમાં કોમેડી અભિનય માટે જાણીતા છે.

IAS ઓફિસર બનવાના તેમના ધ્યેયને પૂર્ણ કરવા માટે શ્રુતંજય નારાયણન દરરોજ ૧૦-૧૨ કલાક અભ્યાસ કરતા હતા અને તેમના અથાક પ્રયત્નોએ ફળ આપ્યું છે. તેમનું નામ UPSC ટોપ ૧૦૦ રેન્કની યાદીમાં સામેલ કરવામાં આવ્યૂ છે. હાલ તેઓ તમિલનાડુના તિરુપુરમાં સબ-કલેક્ટર પદ પર કાર્યરત છે. શ્રુતંજય નારાયણને બીજા પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી અને UPSC CSE ૨૦૧૯ માં ૭૫મો રેન્ક મેળવ્યો હતો, જેનાં પરિણામો ૨૦૨૦ માં જાહેર થયાં હતા. તેઓ તેમના બીજા પ્રયાસ દરમિયાન એક સ્ટાર્ટઅપ પર પણ સાથે સાથે કામ કરી રહ્યા હતા.

શ્રુતંજય નારાયણને અનેક શાળા અને કોલેજના નાટકોમાં અભિનય પણ કર્યો હતો, પરંતુ તેમના પિતાની જેમ વ્યવસાયિક રીતે અભિનય કર્યો ન હતો. ચિન્ની જયંત શ્રુતંજયના મિત્રોને સિનેમાની બારીકાઈઓ શીખવતા હતા, પરંતુ તેમના દીકરાને જ સિનેમામાં કરિયર બનાવવા માંગતો ન હતો. થિયેટર નાટકોમાં અભિનય કરવાનો તેમનો એકમાત્ર હેતુ અભિવ્યક્તિનું માધ્યમ શોધવાનો અને નવા મિત્રો બનાવવાનો હતો.

શ્રુતંજય નારાયણન અભિનય ક્ષેત્રમાં વ્યાવસાયિક કારકિર્દીની શક્યતાઓ શોધવા માંગતા ન હતા. તમને જણાવી દઈએ કે IAS બનતા પહેલા શ્રુતંજય નારાયણન એક સ્ટાર્ટ અપમાં કામ કરતા હતા, જ્યાં તેઓ ૪-૫ કલાક સુધી સેલ્ફ સ્ટડી કરતા હતા. તે દરમિયાન તે પોતાની નાઈટ શિફ્ટમાં કામ કરતા હતા અને અભ્યાસ પણ કરતો હતો.

પરીક્ષાના થોડા અઠવાડિયા પહેલા, તેણે તેની સ્ટડી રૂટિન બદલી અને પછી તે ૧૦-૧૨ કલાક અભ્યાસ કરતો થયો. આ સાથે તેણે પોતાના સ્વાસ્થ્યનું પણ ખૂબ ધ્યાન રાખ્યું હતું. સારા આહાર અને ઊંઘની સાથે યોગ પણ તેમની દિનચર્યાનો એક ભાગ હતો. શ્રુતંજયે UPSC ઇન્ટરવ્યુના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે ઉમેદવારોએ ૨૦ મિનિટની અંદર છાપ બનાવવાની જરૂર હોય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.