નયનતારાને અભિનેતા ધનુષે મોકલી લીગલ નોટિસ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/11/Dhanush1.jpg)
મુંબઈ, સાઉથની લેડી સુપરસ્ટાર કહેવાતી અભિનેત્રી નયનતારાને કોણ નથી જાણતું? નયનતારા ટૂંક સમયમાં તેના જીવનના અજાણ્યા પાસાને લઈને આવી રહી છે. અભિનેત્રીના જીવન પર આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘નયનથારા બિયોન્ડ ધ ફેરીટેલ’ ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે.
આ ફિલ્મનું ટ્રેલર થોડા દિવસ પહેલા જ રિલીઝ થયું હતું. નિર્માતાઓએ ટ્રેલરમાં તમિલ ફિલ્મ ‘નાનુમ રાઉડી ધાન’ના સંગીતનો ઉપયોગ કર્યાે હતો, જેના કારણે સમસ્યા સર્જા હતી.ફિલ્મ ‘નાનુમ રાઉડી ધાન’ વર્ષ ૨૦૧૫માં રિલીઝ થઈ હતી. આમાં નયનતારાએ વિજય સેતુપતિ સાથે કામ કર્યું હતું.
તેનો નિર્માતા દક્ષિણનો પ્રખ્યાત અભિનેતા ધનુષ હતો. ધનુષે નયનતારાને તેની ડોક્યુમેન્ટરી ફિલ્મના ટ્રેલરમાં ‘નાનુમ રાઉડી ધાન’ના ગીત અને કેટલાક સીન્સનો ઉપયોગ કરવા બદલ લીગલ નોટિસ મોકલી છે. નયનતારાએ પોતે આ વાત દાવો કર્યાે છે. અને તેણે ધનુષના નામે એક લાંબો ઓપન લેટર પણ લખ્યો છે.
આ પત્રમાં નયનતારાએ જણાવ્યું કે કેવી રીતે તમામ મુશ્કેલીઓને પાર કર્યા બાદ તેણે પોતાના પાર્ટનર અને ટીમ સાથે મળીને આ ડોક્યુમેન્ટ્રી તૈયાર કરી છે. નયનતારાએ કહ્યું કે તે ઘણા સમયથી ધનુષ પાસેથી ‘નાનુમ રાઉડી ધાન’ના ગીતો અને લીરીક્સનો ઉપયોગ કરવા માટે પરવાનગી માંગી રહી હતી, પરંતુ ધનુષે આ માટે ના પાડી દીધી હતી, જેનાથી અભિનેત્રીને દુઃખ થયું હતું.
આગળ, નયનતારાએ જણાવ્યું કે ડોક્યુમેન્ટ્રીના ટ્રેલરમાં ‘નાનુમ રાઉડી ધાન’ના ત્રણ સેકન્ડના ગીત અને વિઝ્યુઅલનો ઉપયોગ કરવા બદલ તેને ધનુષની ટીમ તરફથી લીગલ નોટિસ મળી હતી, જે તેના માટે ખૂબ જ આઘાતજનક હતું.અભિનેત્રીએ તેના ઓપન લેટરમાં લખ્યું, ‘અમે તે વાંચીને ચોંકી ગયા જ્યાં તમે કેટલાક વીડિયો (૩ સેકન્ડના) ના ઉપયોગ પર સવાલ ઉઠાવ્યા હતા.
જે વીડિયો અમારા અંગત ડિવાઈઝ પર શૂટ કરવામાં આવ્યા હતા અને મ્્જી વિઝ્યુઅલ હતા, તે સોશિયલ મીડિયા પર પહેલાથી જ લોકો વચ્ચે ઉપલબ્ધ છે.
તમે માત્ર ૩ સેકન્ડના તે વીડિયો માટે ૧૦ કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આ તમારા માટે ખૂબ જ ધિક્કારપાત્ર છે અને તે બતાવે છે કે તમારું પાત્ર કેવું છે. હું ઈચ્છું છું કે તમે તે વ્યક્તિ હોટ જે તમે ઓડિયો લોન્ચ વખતે તમારા ફેન્સ સમક્ષ હોવાનો ડોળ કરો છો. તમે જે કહો છો તેનું તમે પોતે જ પાલન નથી કરતા.
ઓછામાં ઓછું મારા અને મારા પાર્ટનર માટે તો નહીં.’તેણે આગળ લખ્યું, ‘માત્ર હું જ નહીં મારા ઘણા પ્રશંસકો અને શુભેચ્છકો પણ મારી નેટફ્લિક્સ ડોક્યુમેન્ટરીના રિલીઝની રાહ જોઈ રહ્યા છે.
કોલેબોરેટર્સ અને ફિલ્મ મિત્રોના યોગદાનથી અમે દરેક મુશ્કેલીનો સામનો કરીને આ ફિલ્મ તૈયાર કરી છે. આ ફિલ્મના બદલામાં તમે અમને જે નફરત આપી રહ્યા છો તેનાથી માત્ર મને અને મારા પાર્ટનરને જ નહીં, પરંતુ આ પ્રોજેક્ટ્સ પર સખત મહેનત કરનારા દરેકને ફરક પડે છે.’SS1MS