ગોવિંદાની પત્નીએ મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં પર્સ સાથે કરી એન્ટ્રી કરતાં વિવાદ થયો
મુંબઈ, એક્ટર ગોવિંદાની પત્ની સુનીતા આહુજા મોટા વિવાદમાં ફસાઈ ગઈ છે. સુનીતા તાજેતરમાં જ ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. પરંતુ, મંદિરના ગર્ભગૃહમાં તે પર્સ લઈને જતી રહી હતી. તેના પર બબાલ મચી ગઈ છે. મંદિરના અંદરથી સુનીતા આહુજાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે. હકીકતમાં, ઉજ્જૈન મહાકાલ મંદિરનો એક મુખ્ય નિયમ છે કે, કોઈપણ ભક્તને ગર્ભગૃહની અંદર બેગ લઈને જવા દેવાતા નથી. Actor Govinda’s wife Sunita Ahuja
આ રીતે બેગ લઈને પ્રવેશ વર્જિત છે. પરંતુ, વાયરલ તસવીરોમાં મંદિરના ગર્ભગૃહમાં ઊભેલી સુનીતાના હાથમાં પર્સ જાેવા મળી રહ્યું છે. સુનીતાએ પણ દર્શન કર્યા પછી કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
લોકો એ જાેઈને આશ્ચર્યમાં છે કે, આખરે સુનીતા આહુજાને પર્સ લઈને અંદર જવાની મંજૂરી કઈ રીતે મળી? મંદિર સમિતિના કોઈ પણ સભ્યએ તેને રોકી કેમ નહીં? વાયરલ તસવીરોમાં સુનીતા આહુજાની સાથે મંદિરના પંડિત પણ જાેવા મળી રહ્યા છે. આ ઘટના પછી મંદિરની સુરક્ષા સામે પણ સવાલ ઉભા થયા છે, કેમકે આ રીતે તો કોઈપણ કંઈપણ લઈને મંદિરની અંદર ઘૂસી શકે છે. આ મામલો સંબંધિત અધિકારીઓ સુધી પણ પહોંચી ગયો અને ઘણી બબાલ મચી છે.
મહાકાલ મંદિરના વ્યવસ્થાપક સંદીપ સોનીએ કહ્યું કે, પર્સને અંદર કેમ લઈ જવા દેવાયું, એ મામલે આગળની કાર્યવાહી સીસીટીવી ફુટેજ જાેયા પછી જ કરાશે. સંદીપ સોનીએ જણાવ્યું કે, મંદિરની બહાર એક સુરક્ષા ટીમ તૈનાત હતી, જેને નિર્દેશ અપાયો હતો કે, મંદિરની અંદર કોઈને પણ બેગ કે પર્સ લઈને જવા દેવામાં ન આવે.
સંદીપ સોનીએ કહ્યું કે, જેણે પણ ભૂલ કરી હશે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મંદિરની સુરક્ષાની જવાબદારી ૧ એપ્રિલથી મહારાષ્ટ્રની ક્રિસ્ટલ ઈન્ટ્રીગેટેડ સર્વિસીઝ પ્રા.લિને સોંપવામાં આવી છે. આ એજન્સી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, તુળજા ભવાની મંદિર, એચડીએફસી બેન્ક, ફિનિક્સ મોલ, મુંબઈ એરપોર્ટ અને શાહરૂખના બંગલા ‘મન્નત’ની સુરક્ષાની જવાબદારી પણ સંભાળે છે.
મહાકાલેશ્વર મંદિરની સુરક્ષા માટે આ એજન્સીના ૫૦૦ ગાર્ડ ૨૪ કલાક તૈનાત રાખવાનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે. બે વર્ષ માટે આ કોન્ટ્રાક્ટ ૨૦ કરોડ રૂપિયામાં આપવામાં આવ્યો છે.SS1MS