અભિનેતા નકુલ મહેતાને હોસ્પિટલમાં દાખલ કરાયો
મુંબઈ, સીરિયલ બડે અચ્છે લગતે હૈ ૨માં રામનું પાત્ર ભજવી રહેલા એક્ટર નકુલ મહેતાની અચાનક તબિયત ખરાબ થઈ હતી. જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેની નાનકડી સર્જરી થઈ હતી. નકુલ મહેતાની એપેન્ડેક્ટોમી (એપેન્ડિક્સને સર્જરી દ્વારા નીકાળવાની પ્રક્રિયાને એપેન્ડેક્ટોમી કહેવામાં આવે છે) કરવામાં આવી હતી.
Actor Nakul Mehta was admitted to hospital
હાલ એક્ટરની હેલ્થ સુધારા પર છે અને શૂટિંગમાંથી થોડા દિવસનો બ્રેક લીધો છે. ‘બડે અચ્છે લગતે હૈ ૨’ સાથે જાેડાયેલા સૂત્રોએ એક વેબ પોર્ટલ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, થોડા દિવસ માટે શૂટમાંથી એક્ટરે બ્રેક લીધો છે અને હાલ તે રિકવર થઈ રહ્યો છે.
નકુલ મહેતાને હોસ્પિટલમાં દાખલ કરાયો હોવાનું જાણીને ફેન્સ ચિંતિત થયા હતા, જાે કે તેની હેલ્થ અપડેટ જાણ્યા બાદ તેમણે પણ રાહતનો શ્વાસ લીધો હતો. બડે અચ્છે લગતે હૈ ૨માં નકુલ મહેતા ફરીથી દિશા પરમાર સાથે જાેવા મળી રહ્યો છે.
શોમાં બંનેની કેમેસ્ટ્રી જામે છે. શોમાં ઘણીવાર બંનેના ઈન્ટિમેટ સીન દેખાડવામાં આવે છે. બંનેની અદ્દભુત કેમેસ્ટ્રી પાછળનું કારણ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવતાં એક્ટરે કહ્યું હતું કે ‘દિશા જે પણ કામ કરે છે, તેમાં બેસ્ટ આપે છે. તે સૂચનો આપવામાં ઓપન છે.
મારે કોઈ પણ સૂચન આપતા પહેલા બે વખત વિચારવું પડતું નથી અને તે પણ આમ કરે છે. ઓન-સ્ક્રીન અમારી કેમેસ્ટ્રી સારી દેખાવા પાછળનું આ એક કારણ છે. આ સિવાય સીનમાં સારા દેખાડવા માટે અમે શો-ઓફ કરતાં નથી. અમારે એકબીજાને શો-ઓફ કરવું પડતું નથી.
અમે હંમેશા એ દિશામાં કામ કરીએ છીએ કે કેવી રીતે બંને વધુ સારી રીતે કામ શકીએ જેથી સીન સારો દેખાઈ. અમારી વચ્ચે કોઈ સ્પર્ધા નથી. વર્ક ફ્રંટની વાત કરીએ તો, એક મહિના પહેલા નકુલ મહેતાની વેબ સીરિઝ ‘નેવર કિસ યોર બેસ્ટ ફ્રેન્ડ ૨’ રિલીઝ થઈ હતી. જેમાં તેની સાથે કરણ વાહી અને અન્યા સિંહ પણ હતા.
આ સિવાય તેની શોર્ટ ફિલ્મ ‘તસલ્લી’ પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. એક્ટરે તેના કરિયરની શરૂઆત ૨૦૧૨માં ઓન-એર થયેલી સીરિયલ ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા’થી કરી હતી, જેમાં તેની ઓપોઝિટમાં દિશા પરમાર હતી. નકુલ મહેતા તેની પર્સનલ લાઈફમાં પણ વ્યસ્ત છે, તેણે જાનકી મહેતા સાથે લગ્ન કર્યા છે અને તેને સૂફી નામનો દીકરો પણ છે. જે એક વર્ષનો થઈ ગયો છે. સૂફી ક્યૂટ સ્ટારકિડ્સમાંથી એક છે.SS1MS