રામલીલામાં સ્ટેજ પર ભગવાન શિવની ભૂમિકા ભજવતા કલાકારનું મોત
જૌનપુર, પૂર્વી યુપીના જૌનપુરના મછલીશહરમાં આદર્શ રામલીલા સમિતિમાં ભગવાન શિવ શંકરની ભૂમિકા ભજવી રહેલા રામ પ્રસાદ ઉર્ફે છબ્બન પાંડેનું રામલીલાના મંચન દરમિયાન હાર્ટ એટેકથી અવસાન થયું હતું. ઘટના બાદ રામલીલા મેદાનમાં સન્નાયો છવાઈ ગયો હતો. તેમના મૃત્યુ બાદ રામલીલા મુલતવી રાખવામાં આવી હતી. કલાકારના મૃત્યુ બાદ પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
રામ પ્રસાદ છેલ્લા પાંચ વર્ષથી ભગવાન શિવની ભૂમિકા ભજવી રહ્યા હતા. મછલીશહર કોતવાલી વિસ્તારના બેલાસીન ગામમાં સોમવારે રાત્રે રામલીલાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. આરતી સમયે ભગવાન શંકરનું પાત્ર ભજવી રહેલા રામ પ્રસાદ પાંડેને સ્ટેજ પર જ હાર્ટ એટેક આવ્યો હતો.
આ ઘટનાના પગલે અફરાતફરી મચી ગઈ હતી. ગામના લોકો અને આસપાસના લોકોને આ સમાચાર મળતા જ તેઓ પોતાના ઘરેથી દોડીને રામલીલા મેદાન પહોંચ્યા. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ રામ પ્રસાદ પાંડેને મૃત જાહેર કર્યો હતો.
બેલાસીન ગામમાં ૧૯૭૦ થી રામલીલાનું મંચન કરવામાં આવે છે અને રામ પ્રસાદ પાંડે છેલ્લા ૫ વર્ષથી ભગવાન શંકર અને અન્યની ભૂમિકા ભજવી રહ્યા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે તે ભગવાન શંકરનું પાત્ર ભજવી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, તે સમયે આરતી થઈ રહી હતી, ત્યારે હાર્ટ એટેક આવ્યો અને તે સ્ટેજ પર જ પડી ગયો.SS1MS