અભિનેતા પ્રભાસની સાલર દુનિયાભરમાં છવાઈ ગઈ
મુંબઈ, પ્રભાસની સલાર બોક્સ ઓફિસની કમાણીનો આંકડો સતત તોડી રહી છે. ફિલ્મનો વર્લ્ડવાઈડ બિઝનેસ ૬ દિવસમાં ૪૫૦ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. હવે ટૂંક સમયમાં પ્રભાસનો આ એક્શન ડ્રામા ૫૦૦ કરોડની ક્લબમાં સામેલ થઈ શકે છે. રિપોર્ટ પ્રમાણે રિલીઝ પહેલા જ બોક્સ ઓફિસ પર કબ્જો કરનારી સલારે પાંચમા દિવસે ૨૪.૯૦ કરોડ રુપિયાનું કલેક્શન કરી લીધું છે.
હવે છઠ્ઠા દિવેસ સાલારે ૧૭ કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે ભારતમાં ફિલ્મે અત્યારસુધી ૨૯૭.૪૦ કરોડ રુપિયાની કમાણી કરી ચૂકી છે. તમને જણાવી દઈએ કે, સાલારે પહેલા દિવસે ૯૦.૭ કરોડ રુપિયાની જબરદસ્ત કમાણીના આંકડા સાથે ખાતું ખોલ્યું છે, વર્લ્ડવાઈડ પણ ફિલ્મ સિનેમાઘરોમાં છવાઈ છે.
𝑫𝑬𝑽𝑨 𝑹𝑬𝑷𝑨𝑰𝑹𝑰𝑵𝑮 𝑩𝑶𝑿 𝑶𝑭𝑭𝑰𝑪𝑬 𝑹𝑬𝑪𝑶𝑹𝑫𝑺 💥#SalaarCeaseFire has crossed a massive ₹ 𝟓𝟎𝟎 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 at the worldwide box office (𝐆𝐁𝐎𝐂)#SalaarCeaseFireHits500Crs#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur… pic.twitter.com/S9Tc1H6OmO
— Salaar (@SalaarTheSaga) December 28, 2023
વીકએન્ડ પર સાલારનો કારોબાર સારો થયો છે. ૬ દિવસમાં ફિલ્મે વર્લ્ડવાઈડ ૪૯૦.૨૩ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. હવે ટૂંક સમયમાં પ્રભાસનો આ એક્શન ડ્રામા ૫૦૦ કરોડની ક્લબમાં સામેલ થઈ શકે છે. ખાસ વાત એ છે કે શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ સાથે ટક્કર કરી રહેલી સલારને લોકો તરફથી સારા રિવ્યુ મળી રહ્યા છે.
પાંચમા દિવસમાં જ્યાં સાલારે ૯૨ કરોડ રુપિયાથી ખાતું ખોલ્યું હતુ. તો ભારતમાં ફિલ્મનો ગ્રાસ ક્લેક્શન ૩૩૦.૯૦ કરોડ રુપિયા થઈ ચૂક્યું છે. ૨૨ ડિસેમ્બરના રોજ સિનેમાઘરમાં આ ફિલ્મે કુલ મેળવી અનેક મોટી ફિલ્મોને ટક્કર આપી રહી છે.SS1MS