એક્ટર પ્રભાસ પોતાના કાકાના અવસાનને કારણે ભાંગી પડ્યો

મુંબઈ, દિગ્ગજ અભિનેતા અને નેતા કૃષ્ણમ રાજુનું રવિવારની સવારે ૮૨ વર્ષની વયે નિધન થયુ હતું. કૃષ્ણમ રાજુને રિબેલ સ્ટાર તરીકે ઓળખવામાં આવતા હતા. તેમના નિધનને કારણે ફેન્સ, ઈન્ડસ્ટ્રીના લોકો તેમજ પરિવારના લોકો અત્યારે શોકમાં છે.
બાહુબલી ફેમ એક્ટર પ્રભાસ પણ પોતાના કાકાના નિધનને કારણે ભાંગી પડ્યો છે. સોશિયલ મીડિયા પર કૃષ્ણમ રાજુના અંતિમ દર્શનની જે તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે તેમાં જાેઈ શકાય છે કે પ્રભાસ વારંવાર રડી પડે છે.
ઉલ્લેખનીય છે કે દિવંગત અભિનેતાના નિવાસસ્થાને જ તેમના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો છે. તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લગભગ તમામ એક્ટર્સ અને ફિલ્મમેક્કસ ત્યાં અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કૃષ્ણમ રાજુ રાજકારણમાં જાેડાયા તે પહેલા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ સક્રિય હતા. ૧૯૭૦ અને ૮૦ના સમયમાં તેમની ગણતરી સફળ અને લોકપ્રિય તેલુગુ એક્ટર્સમાં થતી હતી. પ્રભાસ તેમના નાના ભાઈનો દીકરો છે. પ્રભાસના પિતા ફિલ્મ પ્રોડ્યુસર હતા.
પ્રભાસે કાકા કૃષ્ણમ રાજૂ સાથે ફિલ્મમાં કામ પણ કર્યું છે. પહેલી વાર વર્ષ ૨૦૦૯માં બિલ્લા નામની ફિલ્મમાં તેમણે સાથે કામ કર્યુ હતું. પ્રભાસે ઘણી વાર ઉલ્લેખ કર્યો છે કે તે હંમેશાથી તેના કાકા સાથે સંબંધ ખૂબ સારા હતા. ખાસ કરીને વર્ષ ૨૦૧૦માં તેના પિતાના અવસાન પછી તે વધારે નજીક આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર પ્રભાસના ફેન ક્લબ દ્વારા અંતિમ દર્શનની તસવીરો અને વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે પ્રભાસ પોતાના આંસુ રોકી નથી શકતો. પરિવારના લોકો પ્રભાસને શાંત કરવાનો પ્રયત્ન કરતા જણાઈ રહ્યા છે.
આ સિવાય ઈન્ડસ્ટ્રીના લોકો પણ અંતિમક્રિયામાં હાજર રહ્યા હતા. એક વીડિયોમાં જાેઈ શકાય છે કે દિગ્ગજ અભિનેતા ચિરંજીવી પ્રભાસનો હાથ પકડીને ઉભા છે અને તેને દિલાસો આપી રહ્યા છે. ચિરંજીવીએ કૃષ્ણમ રાજુ સાથે પણ કામ કર્યું છે.
૧૧મી સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદની એક હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ પાછલા થોડા સમયથી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા.SS1MS