અભિનેતા રણવીર સિંહે પોતાની પોસ્ટ ડિલીટ કરવી પડી
મુંબઈ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે માલદીવના ત્રણ નાયબ પ્રધાનો દ્વારા અપમાનજનક કોમેન્ટ્સ કર્યા પછી, માલદીવમાં પ્રવાસન પર પ્રતિબંધ મૂકવા માટે ભારતમાંથી અવાજાે ઉઠવા લાગ્યા છે. એક તરફ માલદીવના ત્રણ નાયબ મંત્રીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી હતી. બોલિવૂડ અને અન્ય સેલિબ્રિટીઓ પણ આ વિવાદમાં કૂદી પડ્યા.
લક્ષદ્વીપ અને આંદામાન સહિત ભારતના અન્ય પ્રવાસન સ્થળો વિશે ઘણા લોકોએ પોસ્ટ્સ લખી છે. અભિનેતા રણવીર સિંહે પણ આવી જ પોસ્ટ લખી છે. પરંતુ આ વખતે એક ભૂલ તેને મોંઘી પડી છે. આ ભૂલ બાદ તેણે પોતાની પોસ્ટ ડિલીટ કરવી પડી હતી. રણવીર સિંહે ચાહકોને લક્ષદ્વીપની મુલાકાત લેવા અને અસાધારણ ભારતીય સંસ્કૃતિનો અનુભવ કરવા વિનંતી કરી છે.
ચાલો વર્ષ ૨૦૨૪માં ભારતમાં વિવિધ સ્થળોએ પ્રવાસ કરીએ અને તેની સંસ્કૃતિનો અનુભવ કરીએ. તેણે લખ્યું, આપણા દેશમાં જાેવા માટે ઘણા મનોહર સ્થળો અને બીચ છે. આ પોસ્ટની સાથે તેણે એક ફોટો પણ પોસ્ટ કર્યો છે. પરંતુ નેટીઝન્સે દાવો કર્યો છે કે આ તસવીર માલદીવની છે.
આ પછી ઘણા લોકો રણવીરને ટ્રોલ કરવા લાગ્યા. એકે લખ્યું, હવે રણવીર માલદીવનો બહિષ્કાર કરવા માટે માલદીવની તસવીરનો ઉપયોગ કરી રહ્યો છે.” બીજાએ કહ્યું કે, ‘રણવીરે લક્ષદ્વીપના પ્રચારના નામે માલદીવની તસવીર પોસ્ટ કરી છે.’ કેટલાક લોકોએ રણવીરે પોસ્ટ કરેલી તસવીરોમાં ટાપુઓના નામનો પણ ઉલ્લેખ કર્યો છે.
આ ટ્રોલિંગ પછી આખરે રણવીરે તેની પોસ્ટ ડિલીટ કરી દીધી અને થોડાં સમય પછી તે જ પોસ્ટ ટિ્વટર પર કોઈ પણ ફોટો વગર શેર કરી છે. રવિવારે, અક્ષય કુમાર, વરુણ ધવન, સલમાન ખાન, શ્રદ્ધા કપૂર, જાહ્નવી કપૂર, જ્હોન અબ્રાહમ, સચિન તેંડુલકર, વેંકટેશ પ્રસાદ અને વીરેન્દ્ર સેહવાગ જેવી હસ્તીઓએ લોકોને ભારતીય પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા વિનંતી કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો.
આ ચર્ચામાં અમિતાભ બચ્ચને પણ પોતાની ભૂમિકા ભજવી હતી. બચ્ચને સોમવારે કહ્યું, લક્ષદ્વીપ અને આંદામાન અદ્ભુત રીતે સુંદર સ્થળો છે. SS1SS