અભિનેતા રોહન રાય શીન દાસ સાથે લગ્ન કરશે
મુંબઈ, ગત વર્ષે નવેમ્બર મહિનામાં અહેવાલ આવ્યા હતા કે ટીવી એક્ટર રોહન રાય ગર્લફ્રેન્ડ અને ફિયાન્સે દિશા સાલિયાના મોતના બે વર્ષ બાદ નવી શરૂઆત કરવા જઈ રહ્યો છે. દિશા સાલિયાન સેલિબ્રિટી મેનેજર હતી. સાત વર્ષ સુધી રોહન અને દિશા સાલિયાન રિલેશનશીપમાં હતા. જૂન ૨૦૨૦માં દિશાનું મોત થયું ત્યારે મૃત્યુના કારણ અંગે કેટલીય થિયરી પ્રવર્તી રહી હતી. Actor Rohan Rai Sheen Das Marriage
જાેકે, તપાસના અંતે મુંબઈ પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે દિશાનું મોત આત્મહત્યાના લીધે થયું હતું. દિશાના મોત પછી રોહને પ્રેમને ફરી એકવાર તક આપી છે. તેને ‘પિયા અલબેલા’ સીરિયલની કો-એક્ટ્રેસ શીન દાસમાં ફરીથી પ્રેમ મળ્યો છે. રોહન અને શીન કાશ્મીરમાં લગ્ન કરવાના છે.
અહીં જ શીનના પેરેન્ટ્સનો જન્મ થયો હતો. લગ્નના એક દિવસ પહેલા જ મહેંદી, હલદી સહિતના પ્રી-વેડિંગ ફંક્શન યોજાશે. કાશ્મીરમાં લગ્ન કરવા અંગે રોહને કહ્યું, જ્યારે પણ કાશ્મીરની વાત આવે ત્યારે શીનનો પરિવાર લાગણીશીલ થઈ જાય છે.
એટલે જ અમે ત્યાં સુંદર યાદો બનાવવા માગીએ છીએ. લગ્ન પ્રસંગ બે દિવસ સુધી ચાલશે. અમારા પરિવારો ઉપરાંત ઈન્ડસ્ટ્રીના નિકટના મિત્રો હાજરી આપશે. ઓગસ્ટ ૨૦૧૮માં પિયા અલબેલા શો પૂરો થયા પછી રોહન અને શીન ખાસ સંપર્કમાં નહોતા.
જાેકે, દિશાના અપમૃત્યુ પછી શીન અને રોહન ફરી સંપર્કમાં આવ્યા હતા. રોહને કહ્યું, શૂટિંગ દરમિયાન અમારી વચ્ચે સારા કહી શકાય એવા સંબંધો હતા અને મારી અંગત જિંદગીમાં ખરાબ સમય ચાલી રહ્યો હતો ત્યારે અમે ગાઢ મિત્રો બન્યા હતા.
શીને વાત આગળ વધારતાં કહ્યું, જે થયું એ ખૂબ જ દુઃખદ હતું. જ્યારે અમે ફરી વાતચીત શરૂ કરી ત્યારે તેને આ બધી જ પીડામાંથી પસાર થતો જાેઈને મને દુઃખ થતું હતું. મને ફ્રેન્ડ તરીકે તેની ચિંતા થતી હતી. હવે મારા લગ્ન થવાના છે ત્યારે હું કહું છું કે હું મારા ફ્રેન્ડ સાથે લગ્ન કરવાની છું.
View this post on Instagram
એક દિવસ મેં તેને કહ્યું કે, હું લગ્ન માટે છોકરાઓ જાેઈ રહી છું અને તારે પણ લગ્ન વિશે વિચારવું જાેઈએ. એ વખતે તેણે મને કહ્યું કે, આપણે જ એક વર્ષ એકબીજાને સમજવામાં કાઢીએ અને જાેઈ લઈએ કે, એકબીજા સાથે જિંદગી વિતાવી શકીશું કે કેમ? અમારા સંબંધની સૌથી સારી વાત છે કે અમે એકબીજાને સારી રીતે સમજી શકીએ છીએ અને તે ઈમોશનલી ઉપલબ્ધ હોય છે.
શરૂઆતમાં રોહન પ્રેમમાં પડતાં ખચકાઈ રહ્યો હતો પરંતુ તમને ના ધાર્યું હોય એવી જ સ્થિતિમાં પ્રેમ થઈ જાય છે. એક્ટરે કહ્યું, “મેં દિશા સાથે જે-જે સ્થળોએ સમય વિતાવ્યો હતો ત્યાં જઉં ત્યારે તેની યાદ ના આવે તે સંભવ નથી. હું મુશ્કેલ સમયને ભૂલાવવા રિલેશનશીપ શરૂ નહોતો કરવા માગતો.
શીન સાથે પ્રેમમાં પડવું ધીરે-ધીરે અને કુદરતી રીતે જ થયું હતું.” ધીમે-ધીમે બંનેને સમજાયું કે એવું ઘણું છે જે બંનેને પસંદ છે. જેમકે, મ્યૂઝિક, આધ્યાત્મિકતાનો વિચાર, પરિવારનું મૂલ્ય વગેરે. રોહને વધુમાં કહ્યું, “મેં અને શીને વાત શરૂ કરી ત્યારે હું પીડામાંથી પસાર થઈ રહ્યો હતો.
મારે લોકોને કેટલુંય સમજાવું પડતું હતું, ખુલાસા આપવા પડતા હતા એવામાં ગણ્યાગાંઠ્યા લોકો હતા જે મને દિલાસો આપી રહ્યા હતા અને શીન તેમાંની એક હતી. તેણે ક્યારેય મારામાં ભરોસો ના ગુમાવ્યો. હું તેને કંઈપણ કહી શકતો હતો.SS1MS