અભિનેતા શાહરૂખ ખાનની જુની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ

મુંબઈ, આજકાલ સોશિયલ મીડિયા પર એક ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો લગભગ ૨૧ વર્ષ જૂનો છે અને શાહરુખ ખાનની ફિલ્મ ‘અશોકા’ના સેટનો છે. જેમાં શાહરુખ ખાનની પાસે ઊભેલો છોકરો આજે બોલિવૂડનો નંબર વન એક્ટર છે.
આ છોકરો વિકી કૌશલ છે. આ ફોટો વિકી કૌશલના પિતા શામ કૌશલે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. શાહરુખ ખાનની એક બાજુ વિકી કૌશલ જ્યારે બીજી બાજુ તેનો એક્ટર ભાઈ સની કૌશલ ઊભો છે.
શામ કૌશલે એક ઈન્ટરવ્યુમાં પોતાના કરિયર વિશેની વાતચીત કરતા જણાવ્યું કે, ‘હું તારીખ ૮ ઓગસ્ટ, ૧૯૮૦ના દિવસે સ્ટંટ આર્ટિસ્ટ યુનિયનનો સભ્ય બન્યો. આજે તારીખ ૮ ઓગસ્ટ, ૨૦૨૨ના દિવસે મેં બોલિવૂડમાં ૪૨ વર્ષ પૂરા કર્યા છે. હું ૧૯૯૦માં એક્શન ડિરેક્ટર બન્યો.
મારી પહેલી ફિલ્મ એક મલયાલમ ફિલ્મ હતી કે જેનું નામ ઈન્દ્રજાલમ હતું. જ્યારે મારી પહેલી હિન્દી ફિલ્મ એક્ટર નાના પાટેકરની પ્રહાર હતી. શામ કૌશલના જીવનમાં કપરો સમય ત્યારે આવ્યો કે જ્યારે તેઓને ગંભીર બીમારીનો સામનો કરવો પડ્યો. એક દિવસ તેઓના પેટમાં ખાસ્સું એવું દર્દ થયું અને તેમના પેટનું ઓપરેશન કરવું પડ્યું.
શામ કૌશલના પેટમાં ઈન્ફેક્શન થઈ ગયું હતું. ડૉક્ટર્સે પેટનો એક ટુકડો તપાસ માટે મોકલી આપ્યો અને કેન્સર થયું હોવાનું જાણવા મળ્યું. ત્યારે શામ કૌશલને એ વાતનો પણ ખ્યાલ નહોતો કે તેઓ બચશે કે નહીં. તેઓ ૫૦ દિવસ હોસ્પિટલમાં રહ્યા. શામ કૌશલે જણાવ્યું કે મેં ત્યારે જ નક્કી કર્યું હતું કે હું આત્મહત્યા કરીશ. પણ, હું ત્યારે પલંગમાંથી ઊભો થઈ શક્યો નહીં કારણકે તેમના પેટનું ઓપરેશન થયું હતું.
આ ઘટનાને આજે ૧૯ વર્ષ થઈ ગયા છે. વિકી કૌશલ અને કેટરિના કૈફે ૯ ડિસેમ્બર, ૨૦૨૧ના દિવસે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં આવેલા સિક્સ સેન્સિસ ફોર્ટમાં લગ્ન કર્યા હતા. કપલના શાહી લગ્નમાં અંગત મિત્રો અને પરિવારજનો જ હાજર રહ્યા હતા. લગ્ન બાદ તેઓ મિનિ હનીમૂન માટે માલદીવ્સ ગયા હતા. ત્યાંથી પાછા આવ્યા પછી તેમણે નવા ઘરમાં ગૃહપ્રવેશ પૂજા કરી હતી.SS1MS