મૈરિંગો સિમ્સ હોસ્પિટલે પ્રસૂતિની સંભાળ પૂરી પાડવા માતા અને બાળ વિભાગ શરૂ કર્યો
મૈરિંગો સિમ્સ હોસ્પિટલે જીવનના દરેક તબક્કે મહિલાઓને સંપૂર્ણ અને વ્યક્તિગત સ્ત્રીરોગ અને પ્રસૂતિની સંભાળ પૂરી પાડવા માતા અને બાળ વિભાગ (પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગ વિજ્ઞાન) શરૂ કર્યો
અમદાવાદ, મૈરિંગો સિમ્સ હોસ્પિટલે માતા બનનારી પ્રત્યેક મહિલાને વ્યક્તિગત સારવાર પૂરી પાડવા માટે પ્રસૂતિ અને સ્ત્રીરોગ સાથે માતા અને બાળ વિભાગ શરૂ કર્યો છે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શર્મન જોષી અને માનસી પારેખ હાજર રહ્યા હતા. તેઓ ગુજરાતી ફિલ્મ ‘Congratulations!’ ના મુખ્ય કલાકારો છે. આ કાર્યક્રમનું આયોજન ડૉ. દેવાંગ પટેલ, અતિજોખમી ગર્ભાવસ્થા અને ફેટલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ તથા પ્રસૂતિ શાસ્ત્ર અને ગાયનેકોલોજીના કન્સલટન્ટ ડૉ. સ્નેહા બક્ષીએ કર્યું હતું.
ડૉ. દેવાંગ પટેલ, મૈરિંગો સિમ્સ હોસ્પિટલમાં અતિ જોખમી ગર્ભાવસ્થા અને ફેટલ મેડીસીન નિષ્ણાતે જણાવ્યું હતું કે, ‘મૈરિંગો સિમ્સ હોસ્પિટલમાં અમે પ્રસૂતિ અને સ્ત્રી રોગો સંબંધિત બધી જ સમસ્યાઓના ઉકેલ માટે ઉચ્ચ સ્તરની નિદાન, સલાહકાર અને થેરાપ્યુટીક સેવાઓ પૂરી પાડીએ છીએ.
માતા અને બાળ વિભાગ કિશોરાવસ્થાથી મેનોપોઝ પછીના સમય સુધી મહિલાઓ માટે સ્ત્રીરોગ (ગાયનેકોલોજિકલ) સારવારની વિશાળ શ્રેણી પૂરી પાડે છે. અમારી સારવાર વ્યાપક નિવારક સંબાળથી લઈને નિદાન, ઓપરેટિવ અને શૈક્ષણિક સંભાળ સુધી વિસ્તરે છે.’
મૈરિંગો સિમ્સ હોસ્પિટલના પ્રસૂતિ અને સ્ત્રી રોગ સલાહકાર ડૉ. સ્નેહા બક્ષીએ જણાવ્યું હતું કે, ‘અમે મહિલાઓ માટે જીવનના દરેક તબક્કામાં સંપૂર્ણ અને વ્યક્તિગત પ્રસૂતિ અને સ્ત્રી રોગ સારવાર પૂરી પાડીએ છીએ. અમે મહિલાઓ માટે હંમેશા સ્વસ્થ રહેવાનું સરળ બનાવવા માટે કટિબદ્ધ છીએ.
અમારા દર્દીઓને તબીબી અને સર્જિકલ ગાયનેકોલોજિકલ નિદાન અને થેરાપી બંનેમાં અત્યંત અનુભવી અને શિસ્તબદ્ધ ટીમ દ્વારા વ્યાપક સારવારનો લાભ મળશે. દર્દીઓની જરૂરિયાત પર વિશેષ ભાર આપવાની સાથે અમે સ્ત્રી રોગોની સમસ્યાઓની તબીબી જરૂરિયાતની સાથે સામાજિક સંદર્ભમાં પણ સારવાર પૂરી પાડીએ છીએ.’
માતા અને બાળ વિભાગ (પ્રસૂતિ અને સ્ત્રી રોગ)માં અમે 24*7 ગાયનેકોલોજિસ્ટ અને નીઓનેટોલોજિસ્ટ અથવા સ્પેશિયલાઈઝ્ડ ઓબ્સ્ટ્રીસિઅન કવરેજની અત્યાધુનિક સુવિધા, 24*7 અતિ જોખમી અને ફેટલ મેડિસિન નિષ્ણાત, સ્તનપાન માટે માર્ગદર્શન, જન્મ પછી વજન ઓછું કરવા અંગે માર્ગદર્શન અને વધારાની સેવાઓનો બૂકે પૂરો પાડીએ છીએ.
મહિલાના માતા બનવાના પ્રવાસમાં ગર્ભાવસ્થા પૂર્વે, પ્રી-નટલ સારવાર અને પોસ્ટ-નટલ સારવાર ખૂબ જ મહત્વની બાબત છે. સંપૂર્ણ સારવાર જટિલતાઓને રોકવામાં મદદરૂપ થઈ શકે છે
અને સ્વસ્થ ગર્ભાવસ્થાની ખાતરી કરવા માટે મહિલાને તેમના નવજાતના રક્ષણ માટે લેવાનારા મહત્વના પગલાંઓ અંગે માહિતી આપવામાં આવે છે. બાળકના જન્મ પહેલાં મહિલાની નિયમિત તપાસ ગર્ભાવસ્થાની જટિલતાઓનું જોખમ ઘટાડી શકે છે.