Western Times News

Gujarati News

અભિનેતા સુનીલ ગ્રોવર ગુત્થી બનીને પાછો ફર્યો ?

મુંબઈ, પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરના કોમેડી પ્રોજેક્ટ ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. મર્યાદિત એપિસોડની આ કેટેગરી નેટÂફ્લક્સ ઈન્ડિયા પર સ્ટ્રીમ થશે. દર અઠવાડિયે દર્શકોને કપિલ અને તેની ટીમનો નવો એપિસોડ જોવા મળશે. આ શોમાં કપિલ અને સુનીલની સાથે કૃષ્ણા અભિષેક, રાજીવ ઠાકુર, કીકુ શારદા અને અર્ચના પુરણ સિંહ પણ જોવાના છે.

તાજેતરમાં કપિલ અને તેની ટીમે સોશિયલ મીડિયા પર કેટલાક આગામી એપિસોડની ઝલક શેર કરી છે. આ તસવીરોમાં સુનીલ ગ્રોવર ફરી એકવાર ગુત્થીના રૂપમાં જોવા મળી રહ્યો છે. સુનીલને ગુત્થી તરીકે જોઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ છે.

પરંતુ તમને જણાવી દઈએ કે સુનીલ ‘ગુત્થી’થી ક્યારેય કમબેક નહીં કરી શકે. વાસ્તવમાં ‘ગુત્થી’ સુનીલ ગ્રોવર દ્વારા ભજવાયેલું પાત્ર છે. પરંતુ તેના પર કલર્સ ટીવીનો કોપીરાઈટ છે. કારણ કે આ પાત્રની શરૂઆત કલર્સ ટીવીના શો ‘કોમેડી નાઈટ્‌સ વિથ કપિલ’થી થઈ હતી.

કલર્સ ટીવીની પરવાનગી વિના સુનીલ કે કપિલ બંને આ પાત્રનો ઉપયોગ કરી શકતા નથી, પરંતુ ક્રિએટિવ લિબર્ટી હેઠળ તેઓ ચોક્કસપણે તેમના સ્ત્રી પાત્રને કોઈ અન્ય નામથી દર્શકો સમક્ષ રજૂ કરી શકે છે. આ નેટÂફ્લક્સ શોમાં સુનીલ ગ્રોવરના આ પાત્રનું નામ શું હશે તે હજુ સ્પષ્ટ થયું નથી.

કપિલના આ નવા કોમેડી શોમાં સુપરસ્ટાર આમિર ખાન પણ ભાગ લેવાનો છે. આમિર ખાન સિવાય અક્ષય કુમાર પણ આ શોનો ભાગ બની શકે છે. તમને જણાવી દઈએ કે અક્ષય કુમારે કપિલના શોમાં સૌથી વધુ ભાગ લીધો છે.

આમિર ખાન અને અક્ષય કુમારની સાથે ફેન્સને આશા છે કે દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાન પણ આ શોનો ભાગ બને. અત્યાર સુધી કપિલ શર્માના આ કોમેડી શોએ બે વાર તેનું સરનામું બદલ્યું છે. તેણે પહેલા કલર્સ ટીવીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને પછી ચેનલ સાથેના વિવાદને કારણે તે કલર્સ ટીવીમાંથી સોની ટીવી પર આવી ગયો હતો. હવે કપિલ અને પરિવાર સોની ટીવીથી ઓટીટી પર આવી ગયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.