અભિનેતા સની દેઓલ હવે ફેમિલીમેનના રોલમાં જોવા મળશે

મુંબઈ, સની દેઓલ તેના એક્શન પેક્ડ રોલ અને એંગ્રી યંગમેન પ્રકારના રોલ માટે સૌથી વધુ લોકપ્રિય કલાકાર છે, ૨૦૨૩માં આવેલી તેની ‘ગદ્દર ૨’ એ આ વાત ફરી સાબિત કરી છે.
તેની આવનારી ફિલ્મ ‘જાટ’ અને ‘બોર્ડર ૨’માં પણ સની દેઓલ આ જ પ્રકારના રોલમાં જોવા મળશે. પરંતુ હવે એ પણ આ ઇમેજમાંથી બાબી દેઓલની જેમ બહાર આવીને નવો પ્રયોગ કરવા માગતો હોય એવા અહેવાલો છે. હવે પછીની એક ‘સફર’ નામની ફિલ્મમાં સની દેઓલ એક મધ્યમ ઉંમરના ફેમિલીમેનના રોલમાં જોવા મળશે.
પરંતુ આ અહેવાલો અનુસાર આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, “આ ફિલ્મમાં કોઈ જ એક્શન સીન નથી. એક મધ્યમ ઉંમરના પારિવારિક વ્યક્તિ પર આ ફિલ્મ આધારીત છે. જે અનુભવે છે કે માત્ર બીજાને મદદ કરવાથી જ જીવનમાં ખુશી મળી શકે છે અને તે આ રીતે જીવનનો ખરો અર્થ સમજે છે.”
સૂત્રએ એવું પણ કહ્યું કે જ્યારે મેકર્સ આ રોલ માટે સનીને મળ્યા ત્યારે સનીને આ રોલ બહુ ગમ્યો હતો અને તેણે તરત જ સહમતિ આપી દીધી હતી.એક પરિવારની ભાવનાત્મક વાર્તા હોવાથી અને નાની વાત હોવાથી આ ફિલ્મ સીધી ઓટીટી પર જ રિલીઝ કરવામાં આવશે.
મેકર્સને લાગે છે કે આ પ્રકારના વિષય પરની ફિલ્મ ડિજીટલ પ્લેટફર્મ પર વધુ સારી ચાલે છે.સૂત્રએ વધુમાં એવું પણ કહ્યું હતું કે જૂન સુધીમાં નક્કી થઈ જશે કે કયા ઓટીટી પ્લેટફર્મ પર આ ફિલ્મ રિલીઝ થશે. ૨૦૨૫ના અંત સુધીમાં આ ફિલ્મ રિલીઝ કરવાનું આયોજન છે.
આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૪માં જ પૂરું થઈ ગયું છે અને સની દેઓલ સાથે તેમાં સિમરન બગ્ગા અને દર્શન જરીવાલા પણ છે. શશાંક ઉદાપુરકર દ્વારા આ ફિલ્મ ડિરેક્ટ કરવામાં આવી છે અને વિશાલ રાણાએ પ્રોડ્યુસ કરી છે.
મહત્વની વાત એ છે કે સલમાન ખાન આ ફિલ્મમાં એક કેમિઓ કરતો જોવા મળશે. જે ફિલ્મમાં એક મહત્વના પડાવ પર આવશે અને મુખ્ય પાત્રને નવો વળાંક આપવામાં મદદ કરશે. સની દેઓલ સાથે કામ કરવા માટે સલમાન ખાન પણ ઘણો ઉત્સાહીત હતો.SS1MS