Western Times News

Gujarati News

બોક્સ ઓફિસનો કિંગ બન્યો અભિનેતા વિક્કી કૌશલ

મુંબઈ, વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘છાવા’ દરેક પસાર થતા દિવસે નવા રેકોર્ડ બનાવી રહી છે. ‘છાવા’ ની જંગી કમાણીએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.

આ ફિલ્મ રિલીઝના પહેલા દિવસથી જ સારું પ્રદર્શન કરી રહી છે. દરમિયાન, વિક્કી કૌશલની ‘છાવા’ એ આ વર્ષે અજય દેવગન, કંગના રનૌત અને અક્ષય કુમારની ફિલ્મોને પાછળ છોડી દીધી છે. ‘છાવા’ એ આ બધી ફિલ્મોને પાછળ છોડીને ૫૦૦ કરોડ ક્લબમાં પ્રવેશ કર્યાે છે.

આ સાથે, આ ફિલ્મ ૨૦૨૫ની પહેલી ૫૦૦ કરોડની કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.‘છાવા’ વિક્કી કૌશલ માટે એક શાનદાર ફિલ્મ સાબિત થઈ છે. બધાને અભિનેતાનું કામ ખૂબ ગમ્યું છે. લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત ‘છાવા’ એ તેના ચોથા શનિવારે (૨૩મા દિવસે) ફરી ડબલ ડીજીટમાં કલેક્શન કર્યું અને આ સાથે ફિલ્મે ૫૦૦ કરોડનો આંકડો પાર કરી દીધો.

હિન્દી ભાષામાં, ‘સ્ત્રી ૨’ એ ૨૨ દિવસમાં, ‘જવાન’ એ ૧૮ દિવસમાં અને ‘પુષ્પા ૨’ એ માત્ર ૧૧ દિવસમાં ૫૦૦ કરોડનો આંકડો પાર કર્યાે હતો. ‘છાવા’ આ લિસ્ટમાં ચોથા નંબર પર છે.સેકનિલ્કના તાજેતરના અહેવાલ મુજબ, વિક્કી અને રશ્મિકાની ફિલ્મે રિલીઝના ૨૩મા દિવસે ૧૬.૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે, ફિલ્મે અત્યાર સુધીમાં ભારતમાં હિન્દી ભાષામાં ૫૦૩.૩ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

જો આ આંકડાઓમાં તેલુગુ ભાષાની કમાણી પણ ઉમેરવામાં આવે તો ‘છાવા’ ની કુલ કમાણી ૫૦૮.૮ કરોડ રૂપિયા થાય છે. એટલું જ નહીં, ‘છાવા’ એ વિશ્વભરમાં ૬૮૨.૩૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે.વિક્કી કૌશલની ‘છાવા’ હવે મોટી ફિલ્મો માટે ખતરાની ઘંટી બની રહી છે.

જો આ ફિલ્મની કમાણીની ગતિ આવી જ રહેશે તો શાહરૂખ ખાનની ‘પઠાણ’ ફિલ્મનો હિન્દી ભાષાનો રેકોર્ડ તૂટવાની ખાતરી છે. આ સાથે, સની દેઓલની ‘ગદર ૨’ અને રણબીર કપૂરની ‘એનિમલ’ ના રેકોર્ડ પણ તૂટવાના આરે હશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.