અભિનેતા સ્ટીરિયોટાઈપિંગ એક્ટિંગનો શિકાર થયા
મુંબઈ, બોલિવૂડમાં આજે પણ નેપોટિઝમના અનેક કિસ્સાઓ જોવા મળે છે. ફિલ્મી જગતમાં વંશવાદ અને ઓળખાણ વિના કામ મળતુ ન હોવાનુ સ્ટીરિયો આજે પણ અકબંધ છે.
આ સિવાય ઘણા કલાકારો એવા પણ છે કે, જેમની એક્ટિંગ અને પર્સનાલિટીની એક ચોક્કસ છબી નિર્મતાઓ અને દિર્ગદર્શકોના મનમાં ઘડાઈ ગયા બાદ તેને દૂર કરવી ખૂબ મુશ્કેલ બને છે. આવી જ એક સ્ટીરિયોટાઈપ માનસિકતાનો શિકાર જાણીતા એક્ટર મનોજ બાજપેયી બન્યા છે. મનોજ બાજપેયી બોલિવૂડના સેલ્ફ મેડ અભિનેતામાંથી એક છે.
પોતાની કાબેલિયત અને મહેનતના દમ પર તેમણે એક શાનદાર અભિનેતા તરીકે પોતાની ઓળખ બનાવી છે. તાજેતરમાં તેમને ૭૦માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સ્પેશિયલ મેન્શનથી સન્માનિત કરાયા હતા. મનોજે પોતાની ફિલ્મ જર્ની વિશે ખુલીને વાત કરતાં જણાવ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં તેઓ પણ સ્ટીરિયોટાઈપિંગનો શિકાર હતા.
તેમને માત્ર મધ્યમ વર્ગ અથવા ગરીબ વ્યક્તિનો રોલ ઓફર કરવામાં આવતો હતો.મનોજ બાજપેયીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મને મધ્યમ વર્ગ અથવા ગરીબના રોલ માટે જ કાસ્ટ કરવામાં આવે છે.
ક્યારેય કોઈએ અમીર વ્યક્તિ તરીકે દર્શાવ્યો ન હતો. એક માત્ર ગુલમહોર એવી ફિલ્મ છે કે, જેમાં મેં ધનિક વ્યક્તિની ભૂમિકા ભજવી હતી. વીરઝારામાં મેં પાકિસ્તાનના રાજકારણીનો રોલ કર્યાે હતો, તેમાં મારા બે સીન હતા. જેમાં હું ધનિક દેખાયો છું.SS1MS