કલાકારોએ તેમના ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી
માર્ગદર્શનના પ્રતિક ગુરુ શિક્ષક, મેન્ટર અને સલાહકારની ભૂમિકા ભજવીને સૂઝબૂઝ અને પ્રેરણાત્મક આદર્શોની કેળવણી કરે છે. ગુરુપૂર્ણિમા વ્યક્તિના જીવનમાં આ ગુરુઓનું સન્માન કરવા માટે વાર્ષિક ધોરણે મનાવવામં આવે છે. આ અવસરે એન્ડટીવીના કલાકારો તેમના મેન્ટર રહેલા અને તેમની પર ઘેરો પ્રભાવ ધરાવતા લોકો વિશે વાત કરે છે.
આ કલાકારોમાં દર્શન દવે (રણધીર શર્મા, દૂસરી મા), યોગેશ ત્રિપાઠી (દરોગા હપ્પુ સિંહ, હપ્પુ કી ઉલટન પલટન) અને રોહિતાશ ગૌર (મનમોહન તિવારી, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.
દૂસરી મામાં દર્શન દવે ઉર્ફે રણધીર શર્મા કહે છે, “મારા જીવનના દરેક તબક્કે મારી માતા માર્ગદર્શક તેમ જ ગુરુ તરીકે પણ હાજરી ધરાવે છે તે બદલ હું સદભાગી છું. તેને મજબૂત ટેકો અને મેન્ટરશિપ મારા પ્રવાસને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ રહ્યા છે. જોકે અનોખા તરી આવતા મારા સંગીતના પ્રયાસો પર તેનો સૌથી વધુ પ્રભાવ છે.
તેણે મને સંગીત તરફ દોર્યો, મારા પેશન અને પ્રતિભાને પોષ્યા અને મારી સમર્પિત શિક્ષિકા તરીકે કામ કર્યું. ભરપૂર સરાહના સાથે હું વિવિધ વાજિંત્રો વગાડવાનું મને શીખવવા માટે તેણે વિતાવેલા અગણિત કલાકો તરફ પાછળ જોઉં છું. તેની ધીરજ, નિપુણતા અને સંગીત માટે પ્રેમે એવું વાતાવરણ નિર્માણ કર્યું છે, જ્યાં હું મારી કુશળતા વિકસાવી શકું છું અને સંગીતના હાવભાવના ઊંડાણમાં જઈ શકું છું.
મારી શિક્ષિકા તરીકે સંગીતની નાજુકતામાં મને માર્ગદર્શન કરવા માટે તે પડખે છે તે બદલ પોતાને ખૂબ ખૂબ ભાગ્યશાળી માનું છું. તે મારી શક્તિનો પાયો છે. તે જીવનનાં દરેક પાસાંમાં મજબૂત માર્ગદર્શન અને મેન્ટરશિપ આપે છે. તેની સૂઝબૂઝ, પ્રેમ અને સમર્પિતતાએ મારા ચારિત્ર્યને આકાર આપ્યો છે અને મને મૂલ્યવાન બોધ શીખવ્યા છે.
ગુરુપૂર્ણિમા નિમિત્તે હું મારી વહાલી માતાનો મનઃપૂર્વક આભાર માનું છું અને તેના સરાહના કરું છું. મારા જીવન પર તેનો મજબૂત પ્રભાવ માપી શકાય એવો નથી અને હું તેના મજબૂત ટેકા માટે અને મારી ગુરુ તરીકે તેનો અમાપ પ્રભાવ છે તે બદલ સદા ઋણી રહીશ.”
હપ્પુ કી ઉલટન પલટનનો યોગેશ ત્રિપાઠી ઉર્ફે દરોગા હપ્પુ સિંહ કહે છે, “ઉદ્યોગમાં મેં કામ કર્યું છે તે વિવિધ ડાયરેક્ટરોમાં શશાંક બાલીજી અનોખા તરી આવે છે. તેઓ મારા સૌથી મોટા સમીક્ષક અને સમર્થક પણ છે. તેમના માર્ગદર્શનથી ભાભીજી ઘર પર હૈ અને હપ્પુ કતી ઉલટન પલટન જેવા શોમાં મને ભૂમિકાઓ મળી અને વધુ ઊંડાણ સાથે મારી અભિનય કુશળતા બહેતર બની છે. તેઓ મારા માર્ગદર્શક છે.
મને પોતાની શ્રેષ્ઠ આવૃત્તિ બનવામાં તેમણે મદદ કરી છે અને આજે પણ હું શંકા હોય ત્યારે તેમની સલાહ અચૂક લઉં છું. તેમની સાથે કામ બેજોડ શીખવાનો અનુભવ રહ્યો છે. આજે સફળ કલાકાર તરીકે હું તેમનો મનઃપૂર્વક આભાર માનું છું અને મને આકાર આપનારા બધા જ મારા ગુરુઓએ આપેલા મૂલ્યવાન બોધ માટે તેમનો પણ આભારી છું. મારો ગ્લાસ હંમેશાં અડધો રાખવાની અને નવું નવું શીખવા માટે તૈયાર રહેવા તેમણે મને હંમેશાં યાદ અપાવી છે.”
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં રોહિતાશ ગૌર ઉર્ફે મનમોહન તિવારી કહે છે, “ગુરુપૂર્ણિમાના આ પાવન અવસરે હું રણજિત કપૂરનો મનઃપૂર્વક આભાર માનવા માગું છું, જેમનો મારા જીવન પર સૌથી વધુ પ્રભાવ છે. તેમણે નામાંકિત ફિલ્મકાર અને નાટકકાર તરીકે નોંધપાત્ર યોગદાન આપ્યું હોઈ તેઓ વિશેષ સન્માનના હકદાર છે.
તેમને મજબૂત ટેકાને આભારી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ખાતે મારો પ્રવાસ અત્યંત સફળ રહ્યો હતો. તેમની મૂલ્યવાન હાજરી વિના મારું જીવન કેટલું અલગ હોત તેની કલ્પના પણ કરી શકતો નથી. મેં સામનો કરેલા દરેક પડકારમાં તેઓ મારી પડખે રહેતા અને તેમણે દિગ્દર્શિત કરેલાં નાટકોમાં વિવિધ ભૂમિકાઓ માટે મારો વિચાર કરતા હતા.
તેમણે મને અનિશ્ચિતતાના સમયમાં માર્ગદર્શન આપવા સાથે મારી ખરી સંભાવનાઓનો લાભ લેવા માટે મને સશક્ત બનાવ્યો હતો. તેમની સાથે જોડાણ અસાધારણ શીખવાનો અનુભવ રહ્યો છે, જેણે મને આજે હું છું તે સિદ્ધ કલાકારમાં આકારબદ્ધ કર્યો છે. હું મારા ગુરુ, માનવંતા શ્રી રણજિત કપૂરને મારી સફળતા મનઃપૂર્વક સમર્પિત કરું છું.”