Western Times News

Gujarati News

કલાકારોની તેમની માતૃભાષામાં મનગમતા શબ્દો

આ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ પર એન્ડટીવીના કલાકારો રોજબરોજના વાર્તાલાપમાં તેમને ઉપયોગ કરવાનું ગમે તે તેમની માતૃભાષાના તેમના મનગમતા શબ્દો વિશે વાત કરે છે અને અન્યો તેની સામે કેવી પ્રતિક્રિયા આપે છે

તે વિશે માહિતી આપે છે. આ કલાકારોમાં નેહા જોશી (યશોદા, દૂસરી મા),  કામના પાઠક (રાજેશ, હપ્પુ કી ઉલટન પલટન) અને સાનંદ વર્મા (અનોખેલાલ સકસેના, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે. Actors’ favourite words in their mother tongue

એન્ડટીવી પર દૂસરી મામાં યશોદાની ભૂમિકા ભજવતી નેહા જોશી કહે છે, “મને મરાઠી મુલગી તરીકે ગર્વ છે અને મારી માતૃભાષામાં લાગણીઓ વ્યક્ત કરવાનું ગમે છે. બાળપણથી કોઈ પણ સમયે મને દુઃખ થાય કે કોઈક સ્થિતિમાં સપડાઈ જાઉં તો મારી પ્રથમ પ્રતિક્રિયા આઈ ગ હોય છે. કોઈકને કસં કાય પૂછવું તે પણ મને બહુ ગમે છે.

આ શબ્દો કહેવાની સુંદરતા તેમના લયમાં છે. તે જ ફ્લેવર કોઈ અન્ય ભાષા સાથે આવતી નથી. મરાઠી વિશે મને સૌથી વધુ એક વાત એ ગમે છે કે તમે ક્યારેય જાતે મી અથવા હું જાઉં છું એમ કહેતા નથી, પરંતુ યેતે મી એટલે કે પાછી આવીશ એમ કહે છે. હું બહાર જઈ રહી છું છતાં પાછી ટૂંક સમયમાં જ આવીશ એવી બાંયધરી આમાં છે.”

એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં રાજેશની ભૂમિકા ભજવતી કામના પાઠક કહે છે, “ઈન્દોર વિશે તેનું ખાદ્ય અને ફેશન અને દેખીતી રીતે જ તેના લોકો સહિત મને ઘણું બધું ગમે છે. જોકે મને એક સૌથી વધુ ગમે તે મારી માતૃભાષા છે. ઓ ભૈયો (અરે ભાઈ) શબ્દ હું મારા ફ્રેન્ડ્સ મારી મજાક કરે અથવા મને ખીજવે ત્યારે મોટે ભાગે ઉપયોગ કરું છું. ઈન્દોરી ભાષા ઉપરાંત ભોપાલી ભાષાનો પણ મારી પર પ્રભાવ છે અને મને તે રોજ ઉપયોગ કરવાનું ગમે છે.

ઉપરાંત હપ્પુ કી ઉલટન પલટનના સેટ્સ પર હું સૌથી વધુ ઉપયોગ કરું તે શબ્દો છે ક્યા બાપરરહે હો? (ક્યા વાપરરહે હો?) અને મારી ઈન્દોરી બોલી વિશે લોકો મૂંઝવણમાં મુકાય ત્યારે બહુ મજા આવે છે. અમુક ઈન્દોરી શબ્દો, જેમ કે ચકાચક (કૂલ), દિજાઈ (કોઈકને બેવકૂફ બનાવવો) અને ની યા (ઓહ, ખરેખર?) હું એટલા ઉપયોગ કરું છું કે સેટ પર પણ તેનો ઉપયોગ શરૂ કર્યો છે. મને મારી ભાષામાં ગૌરવ થાય છે અને તમને પણ થવો જોઈએ. તમને બધાને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની શુભકામના.”

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં અનોખેલાલ સકસેનાની ભૂમિકા ભજવતો સાનંદ વર્મા કહે છે, “હું બિહારથી ગમે તેટલો દૂર હોઉં તો પણ મારી માતૃભાષાએ મને સ્પર્શવાનું છોડ્યું નથી. હું બકલોલ જેવા શબ્દો છાશવારે ઉપયોગ કરું છું, જેનો અંગ્રેજીમાં અર્થ સ્ટુપિડ થાય છે.

હું કોઈ સ્ટુપિડ હરકત કરું અથવા અભ્યાસ નહીં કરું ત્યારે મારા પિતા અને તેમના મિત્રો આ શબ્દોનો ઉપયોગ કરતા. આમ છતાં મેં  મારી ઘણી બધી ફિલ્મોમાં આ શબ્દો અપનાવ્યા છે અને મારા સહ-કલાકારોને પણ ઉપયોગ કરાવ્યો છે. જો હું બહુ ગુસ્સે થાઉં ત્યારે ભાગ બકલોલ એવું કહું છે અને મારી આસપાસના બધા લોકો હસી પડે છે, જેને લઈ હું પણ હસવાનું રોકી શકતો નથી. હું માનું છું કે બધાને તેમની માતૃભાષામાં લાગણીઓ વ્યક્ત કરવાનું આરામદાયક લાગે છે અને તેથી જ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઊજવવાનું મહત્ત્વ છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.