નટુકાકાનો બર્થ ડે ઉજવવા એકઠા થયા કલાકારો
મુંબઈ, ભારતીય ટેલિવિઝન પર સૌથી લાંબા ચાલનારા શો પૈકીના એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા થોડા મહિનાઓથી કોઈને કોઈ વિવાદના કારણે ચર્ચામાં રહે છે. પહેલા કલાકારોના શો છોડવાના કારણે અને પછી જેનિફર મિસ્ત્રી, મોનિકા ભદોરિયા અને પ્રિયા આહુજાએ શોના મેકર્સ પર કરેલા આક્ષેપોના લીધે ચર્ચામાં રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ વહેતા થયા હતા કે આ ઘટના પછી શોના સેટ પર સોપો પડી ગયો છે.
આ બધાની વચ્ચે શોના સેટ પરથી સેલિબ્રેશનની તસવીરો સામે આવી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર નટુકાકાનો રોલ કરતાં એક્ટર કિરણ ભટ્ટનો બર્થ ડે ઉજવવામાં આવ્યો હતો.
શોના કલાકારો કિરણ ભટ્ટનો બર્થ ડે ઉજવવા માટે એક છત નીચે આવ્યા હતા. શોમાં બાઘાનો રોલ કરતાં એક્ટર તન્મય વેકરિયાએ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર સેલિબ્રેશનની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં કિરણ ભટ્ટ કેક કાપતાં જાેઈ શકાય છે. જેઠાલાલનો રોલ કરતાં એક્ટર દિલીપ જાેષી, અંજલીભાભીના રોલમાં દેખાતી સુનૈના ફોજદાર અને તારક મહેતાના રોલમાં દેખાતો એક્ટર સચિન શ્રોફ સેલિબ્રેશનમાં સામેલ થયા હતા.
કેક કાપ્યા પછી કિરણ ભટ્ટ દિલીપ જાેષી અને તન્મય વેકરિયાને ખવડાવતા જાેઈ શકાય છે. તન્મય વેકરિયાએ આ તસવીરો શેર કરતાં લખ્યું, સેટ પર કિરણ ભટ્ટનું બર્થ ડે સેલિબ્રેશન. હેપી બર્થ ડે. તન્મય વેકરિયાએ આ તસવીરો શેર કરતાં જ ફેન્સે કિરણ ભટ્ટને જન્મદિનની શુભકામના આપી હતી.
જણાવી દઈએ કે, અગાઉ નટુકાકાનું પાત્ર અભિનેતા ઘનશ્યામ નાયક ભજવતા હતા. જાેકે, કેન્સરના લીધે તેમનું અવસાન થતાં આ રોલમાં કિરણ ભટ્ટને લેવામાં આવ્યા હતા. ગત વર્ષે જ કિરણ ભટ્ટની આ શોમાં એન્ટ્રી થઈ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી પર પ્રસારિત થતાં સૌથી સફળ શો પૈકીનો એક છે.
૨૦૦૮માં આ સીરિયલ શરૂ થઈ હતી અને તેનો ચાહકવર્ગ બહોળો છે. અત્યાર સુધીમાં કેટલાય કલાકારો શો છોડીને જઈ ચૂક્યા છે. જેમાં લેટેસ્ટ નામ રોશનભાભીના રોલમાં દેખાતી એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રીનું છે. ૧૫ વર્ષ બાદ તેણે આ સીરિયલ છોડી છે. તેણે શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદી પર શારીરિક શોષણનો આક્ષેપ કર્યો હતો. છેલ્લા થોડા મહિનાઓમાં શૈલેષ લોઢા, નેહા મહેતા, રાજ અનડકતે પણ શો છોડી દીધો છે.SS1Ms