કલાકારો તો આવતા-જતા રહે પરંતુ શો તેના પાત્રોથી ઓળખાય છે
મુંબઈ, ટીવી સ્ક્રીન પર લાંબા સમયથી પ્રસારિત થઈ રહેલા શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હાલમાં જ નવી ‘બાવરી’ની એન્ટ્રી થઈ છે. તેના પરત આવવાથી બાઘા ઉર્ફે તન્મય વેકરીયા જીવનમાં ફરીથી ખુશીઓનું આગમન થઈ છે.
હવે, આ પાત્ર નવિના વાડેકર દ્વારા ભજવવામાં આવી રહ્યું છે. વાતચીત કરતાં બંનેએ તેમના બોન્ડ તેમજ સાથે કામ કરવાનો અનુભવ વર્ણવ્યો હતો. નવિનાએ ખુલાસો કર્યો હતો કે, તેના માતા-પિતાને તેના પર ખૂબ ગર્વ છે અને તેને TMKOCની ટીમ સાથે શૂટિંગ કરવાની મજા આવી રહી છે.
બાવરીનો રોલ મળવા વિશે નવિના વાડેકરે કહ્યું હતું કે ‘આ રોલ મને અચાનક મળ્યો છે અને મેં આ વિશે અપેક્ષા રાખી નહોતી. જ્યારે મારા પર ફોન આવ્યો અને ઓડિશન માટે બોલાવવામાં આવી ત્યારે હું નર્વસ થઈ હતી કે આ શોનો ભાગ બની શકીશ કે નહીં પરંતુ ભગવાનની દયાથી શો મળી ગયો. આ શો તેમજ ટીમનો ભાગ બનીને ઉત્સાહિત છું. આ શોથી મને ટીવી ઈન્ડસ્ટ્રીમાં મોટો બ્રેક મળ્યો છે.
બાવરીનો રોલ મારી પર્સનાલિટી કરતાં એકદમ અલગ હોવાથી મને પહેલા આશંકા હતી પરંતુ હવે મજા આવી રહી છે. બાવરીનું પાત્રને શોમાં પરત લાવવામાં આવ્યું તે જાેઈને સારું લાગી રહ્યું છે. બાઘા, નટુકાકા અને જેઠાલાલ સાથે થતી તેની વાતચીતને દર્શકો દ્વારા પસંદ કરવામાં આવે છે.
નટુકાકા, બાવરી અને બાઘાની તિગડી હિચ છે. નવિના સારું કામ કરી રહી છે અને આટલા ઓછા સમયમાં કોઈ એક્ટરનું ટીમ સાથે મજબૂત બોન્ડિંગ થઈ ગયું તે જાેઈને સારું લાગે છે. ખાસ કરીને તેનું નટુકાકા, બાઘા અને જેઠાલાલ સાથેનું બોન્ડિંગ વધારે મહત્વનું છે. તે કેમેસ્ટ્રીને જાળવી રાખવામાં સફળ થઈ છે.
કો-એક્ટર તન્મય વેકરીયા તરફથી મળી રહેલા સપોર્ટ વિશે વાત કરતાં નવિના વાડેકરે કહ્યું હતું કે ‘તેમના તરફથી ઘણો સપોર્ટ મળી રહ્યો છે, તેઓ મને કમ્ફર્ટેબલ ફીલ કરાવે છે. મારો પહેલો શોટ ગોકુલધામવાસીઓ સાથે હતો. તેથી, હું નર્વસ હતી પરંતુ આખી ટીમે મને ઘણી મદદ કરી હતી.SS1MS