Western Times News

Gujarati News

દાદા-દાદી અને નાના- નાની સાથે કલાકારોએ તેમની મજેદાર પળોને યાદ કરી

દાદા- દાદી કે નાના- નાની અને પૌત્રો વચ્ચે જીવનનો અત્યંત સુંદર નાતો હોય છે. દાદા- દાદી કે નાના- નાનીના જીવનના અનુભવો, વાર્તાઓ અને વિવેકવિચારમાં મૂલ્યવાન બોધ હોય છે, જે આપણી અંગત વૃદ્ધિમાં યોગદાન આપે છે. તેઓ મૈત્રીનું અસાધારણ બંધન પણ હોય છે, જે અવિસ્મરણીય પળ બની જાય છે. Actors reflect on their most cherished moments with Grandparents – International Grandparents Day –

આ ઈન્ટરનેશનલ ગ્રાન્ડપેરન્ટ્સ ડે પર એન્ડટીવીના કલાકારો તેમનાં દાદા- દાદી કે નાના- નાની તેમના ગુનામાં સાથીદાર કઈ રીતે બન્યાં હતાં તે વિશે મજેદાર વાતો કહે છે. આમાં મોહિત ડાગા (અશોક, દૂસરી મા), સંજય ચૌધરી (કમલેશ, હપ્પુ કી ઉલટન પલટન) અને વિદિશા શ્રીવાસ્તવ (અનિતા ભાભી, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.

દૂસરી માનો મોહિત ડાગા ઉર્ફે અશોક કહે છે, “મારા દાદા મને શાળામાં લેવા આવતા અને હું તેમના ટ્રકમાં ઘરે આવતો તે યાદગાર અવસર છે. તેઓ આસપાસ હોય ત્યારે હું હંમેશાં ચિંતામુક્ત અને ખુશ રહેતો હતો. મને તે દિવસો આજે પણ યાદ છે, જાણે કે ગઈકાલે જ બન્યું હતું.

મારા દાદા રમતિયાળ રીતે મારી એવી મસ્તી કરતા કે હું મનથી હસી પડતો હતો. તેઓ મારા ગુનામાં મારા પરફેક્ટ સાથી હતા. હું ઘરે આવતો, મારાં જૂતાં કાઢીને કાઢીને ફેંકતો (મારા દાદા રમૂજી રીતે તે વિશે ટિપ્પણી કરતા) અને તે પછી અમે તેમનો ફેવરીટ નાસ્તો મીઠાઈઓ અને પાણીપૂરી માણતા. મારા દાદા ફિલ્મો જોવાના શોખીન હતા.

આથી અમે રાત્રે સારી ફિલ્મો જોતા. મારી દાદી મોડી રાત સુધી જાગવા માટે ખીજાતી, પરંતુ હું ગોપનીય રીતે ફિલ્મ માણતો અને તેમાંથી જ અભિનય કરવાનો અભરખો જાગ્યો હતો. મારાં દાદા- દાદી સાથે આ યાદગાર પળો મારી સૌથી ફેવરીટ હતી અને કાયમ માટે મારા મનમાં અંકિત છે. હું આપણે બધાને આકાર આપવામાં બધા દાદા- દાદીઓ અને નાના- નાનીઓની ભૂમિકા વિશે મનથી સલામી આપવા માગું છું.”

હપ્પુ કી ઉલટન પલટનનો સંજય ચૌધરી ઉર્ફે કમલેશ કહે છે, “મારાં દાદા- દાદી મારા વહાલાં મિત્રો હતાં અને હું તેમને બહુ પ્રેમ કરતો. તેમની સાથે મને આરામ, પ્રેમ, સંભાળ, ખુશી મળતાં અને મારું કોઈક છે એવું ભાન થતું હતું. હવે મોટો થઈ જવા છતાં મારાં દાદા- દાદી સાથે તેટલો જ લગાવ છે. મેં ઘરમાં મારો મોટા ભાગના સમય મારા દાદુ અને દાદી સાથે વિતાવ્યો છે.

તેઓ મને મારી મનગમતી ચીજો આપીને મને વહાલ કરતા. મારી ગોપનીય બાબતો છુપાવી રાખતાં. દાદુ મારા ગુનામાં ભાગીદાર હતા. તેઓ મને શાળામાં લેવા આવતા ત્યારે આઈસક્રીમ જરૂર ખવડાવતા અને અમે આ વાત કોઈને કહેતા નહીં. મને આજે પણ તે દિવસો યાદ આવે છે. જૂની યાદોથી મારું મન ભરાઈ આવે છે. તેમની સાથે તે સુંદર સમય ક્યારેય નહીં ભૂલી શકું.”

ભાભીજી ઘર પર હૈની વિદિશા શ્રીવાસ્તવ ઉર્ફે અનિતા ભાભી કહે છે, “મારા બાળપણમાં મેં સંયુક્ત પરિવારમાં જીવન અનુભવ્યું છે. મારી માતા નોકરી કરતી પરંતુ હું, મારી બહેન કે ભાઈએ અમારું ભોજન કર્યું છે કે નહીં અથવા હોમવર્ક પૂર્ણ કર્યું છે કે નહીં તે વિશે સતત ચિંતા કરતી રહેતી હતી.

મારાં દાદા- દાદી અમારી બહુ સંભાળ રાખતાં અને હંમેશાં અમારાં રોજનાંકામો સમયસર કરવાની ખાતરી રાખતાં હતાં. મારા શાળાના દિવસોમાં ગણિત મારે માટે દુઃસ્વપ્ન હતું. એક દિવસ મને ગણિતનું પડકારજનક હોમવર્ક કરવાનું આવ્યું, જેનાથી હું તાણમાં આવી ગઈ. મારા દાદીજીએ આ જોયું અને મારી પડખે બેસીને પ્રોબ્લેમ સોલ્વ કરી આપ્યા.

તે દિવસથી ગણિતમાં સમસ્યા હોય તો હું તેમની મદદ લેતી, જેનાથી મને બહુ રાહત થતી. જોકે એક દિવસ મારી દાદીએ મને પકડી અને દાદાની મદદ વિના બધા ગણિતના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આગ્રહ કર્યો. નિખાલસતાથી કહું તો દાદીના નિર્ણયથી વિષયમાં મારો આત્મવિશ્વાસ વધી ગયો અને મને ગણિતની પરીક્ષામાં સારા ગુણ મળવા લાગ્યા. મને તેમની આજે પણ બહુ ખોટ સાલે છે. “


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.