કલાકારોના જીવનમાં શિક્ષકોનું મહત્વ

આપણા બધાને એવા શિક્ષકો મળ્યા હોય છે, જેઓ આપણે પ્રેરિત કરે છે અને આપણા જીવનમાં મજબૂત યોગદાન આપે છે. શિક્ષક દિવસ વાર્ષિક ઊજવવામાં આવે છે, જે દિવસે આપણા જીવનમાં શિક્ષકોના મહત્ત્વનું સન્માન કરવામાં આવે છે. એન્ડટીવીના કલાકારો આયુધ ભાનુશાલી (કૃષ્ણા, દૂસરી મા), યોગેશ ત્રિપાઠી (દરોગા હપ્પુ સિંહ, હપ્પુ કી ઉલટન પલટન) અને ચારૂલ મલિક (રૂસા, ભાભીજી ઘર પર હૈ) તેમના જીવનમાં મૂલ્યવાન વિવેકવિચાર આપવા માટે તેમના શિક્ષકોની હૃદયસ્પર્શી ભાવનાઓ વિશે આદાનપ્રદાન કરે છે.
દૂસરી માનો આયુધ ભાનુશાલી ઉર્ફે કૃષ્ણા કહે છે, “હું સરોજ મામને ખરેખર પ્રેમ અને આદર કરું છું, જેઓ મારા ક્લાસ ટીચર હતાં. તેઓ હંમેશાં મને પ્રોત્સાહન આપતાં હતાં. હું મારા સ્કૂલના હોમવર્ક માટે તેમનો સંપર્ક કરતો. તેઓ બહુ નિખાલસ હતાં. મારી સાથે જ્ઞાન આદાનપ્રદાન કરતાં અને હંમેશાં મને માર્ગદર્શન આપતાં હતાં. તેમણે મને શૈક્ષણિક તેમ જ મારી અભિનયની કટિબદ્ધતાઓ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવાનું શીખવ્યું હતું. તેમણે વાર્તાઓ અને દાખલાઓમાં આપેલા જીવનના બોધે મને સતત પ્રોત્સાહિત કર્યો છે અને મારી અંગત વૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમની જેમ મારી સ્કૂલના અનેક શિક્ષકોએ પણ મને પ્રોત્સાહન અને પ્રેરણા આપ્યાં. મને પડકારોનો સામનો કરવો પડે અથવા અટવાઈ જાઉં ત્યારે તે બધા મને મદદ કરે છે. તેમના વિવેકવિચાર અને શીખે મને શ્રેષ્ઠતમ આપવા માટે સમૃદ્ધ બનાવ્યો છે.”
હપ્પુ કી ઉલટન પલટનનો યોગેશ ત્રિપાઠી ઉર્ફે દરોગા હપ્પુ સિંહ કહે છે, “આ શિક્ષક દિવસ પર હું મારા મનગમતા કેમિસ્ટ્રીના શિક્ષક શ્રી હમીદ બેગ સરનો મનઃપૂર્વક આભાર માનવા માગું છું. તેમણે મારા શૈક્ષણિક જીવન પર મજબૂત પ્રભાવ છોડ્યો છે. મારી પાસે મજબૂત શૈક્ષણિક કુશળથા નહોતી અને કેમિસ્ટ્રી બહુ મુશ્કેલ લાગતું હતું તે છતાં તેમણે મારે માટે આ એકદમ આસાન વિષય બનાવ્યો હોય.
હું મારી નવી સંકલ્પના પ્રસ્તુત કરતો ત્યારે તેઓ તેને સરળ બનાવીને સ્પષ્ટતા લાવવા માટે ઉત્તમ દાખલાઓ આપતા હતા. તેમનું સૌજન્ય અને ખુશી તેમને અપવાદાત્મક શિક્ષક બનાવતા હતા. તેઓ વિદ્યાર્થીઓ સાથે નમ્ર અભિગમ રાખતા, જેને લઈ તેઓ પ્રેરણાસ્રોત બની ગયા હતા. વ્યાપક શિક્ષણ અનુભવ છતાં તેઓ સતત નવીનતા પર ભાર આપતા અને શીખવવાની નવી નવી ટેક્નિકસ અજમાવતા હતા. તેઓ જોડાણ થકી જ્ઞાન આપતા અને વિદ્યાર્થીઓને સહભાગી અને પ્રોત્સાહિત કરવા માટે નવી નવી રીત શોઘતા હતા.
મારા જીવનમાં આ મૂલ્યવાન બોધને મેં સમાવી લીધો છે. કલાકાર તરીકે મેં અજમાયશ કરવામાં અને મારી કળાને નિખારવા માટે સતત શીખવાનુ ચાલુ રાખ્યું છે. તાજેતરમાં હું અચાનક તેમને મળવા ગયો ત્યારે અભિનેતા તરીકે મારી વૃદ્ધિથી તેમને બહુ ખુશી થઈ. તેમણે મને કારકિર્દીની યોગ્ય પસંદગી કરી એવું કહ્યું. મારા જીવનમા તેમનો બેસુમાર પ્રભાવ છે અને તેમના આધાર અને માર્ગદર્શન માટે હું હંમેશાં તેમનો ઋણી રહીશ.”
ભાભીજી ઘર પર હૈની ચારૂલ મલિક ઉર્ફે રૂસા કહે છે, “આ શિક્ષક દિવસ પર હું બિનાયફર કોહલી મામનો મનઃપૂર્વક આભાર માનું છું. તેઓ દીર્ઘદ્રષ્ટા હતાં અને નામાંકિત નિર્માત્રી તરીકે તેમનું યોગદાન વિશેષ સન્માન માગી લે છે. તેમને મજબૂત ટેકાને લીધે પત્રકારત્વમાં લાંબી અને સફળ કારકિર્દી પછી અભિનેત્રી તરીકે સફળ કારકિર્દીનો મારો પ્રવાસ સફળ બન્યો છે.
તેમની મૂલ્યવાન હાજરી વિના મારું જીવન કેટલું અલગ હોત તેની કલ્પના પણ કરી શકું એમ નથી. મને સામનો કરવા પડેલા દરેક પડકારમાં તેઓ મારી પડખે હતાં. રૂસાની ભૂમિકા માટે તેમણે મારો વિચાર કર્યો તે બદલ હું તેમની બહુ આભારી છું. તેમણે અનિશ્ચિતતાના સમયમાં મને માર્ગદર્શન આપ્યું અને મારી અસલી સંભાવના બતાવવા માટે મને સશક્ત પણ બનાવી.”