અભિનેત્રી ઐશ્વર્યાની કુલ સંપત્તિ ૭૭૬ કરોડ રૂપિયા છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/12/newproject14-1700375906.jpg)
મુંબઈ, ઐશ્વર્યા રાયને કોઈ ઓળખની જરૂર નથી. તે છેલ્લા કેટલાક દિવસોથી અભિષેક બચ્ચન સાથે છૂટાછેડાની અફવાઓને કારણે ચર્ચામાં છે. પોતાની સુંદરતાની સાથે તેણે પોતાની એક્ટિંગથી લોકોને દિવાના બનાવ્યા છે, જાે કે જ્યારથી અભિષેક બચ્ચન સાથે તેના બ્રેકઅપની અફવાઓ ફેલાઈ છે ત્યારથી એક્ટ્રેસના ફેન્સ નિરાશ છે.
લોકો એ જાણવા માગે છે કે જાે તેઓ અલગ થઈ જાય તો ઐશ્વર્યા રાયને કેટલું ભરણપોષણ મળશે, જ્યારે તેની નેટવર્થ ઘણા સ્ટાર એક્ટર્સ કરતાં ઘણી વધુ છે. ઐશ્વર્યા વર્ષોથી પોતાની સુંદરતા, એક્ટિંગ અને ડાન્સથી લોકોના દિલ જીતી રહી છે. તેણે હિન્દી સિનેમાની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
આ સિવાય તેણે તેલુગુ અને તમિલ ભાષાની ફિલ્મોમાં પણ પોતાનો જલવો બતાવ્યો છે. ઐશ્વર્યાની પ્રોપર્ટીની વાત કરીએ તો તેની અંદાજિત કુલ સંપત્તિ ૭૭૬ કરોડ રૂપિયા છે. જાે રિપોર્ટ્સનું માનીએ તો તે ભારતની સૌથી ધનિક એક્ટ્રેસિસમાંની એક છે.
તે એક ફિલ્મ માટે ૧૦ થી ૧૨ કરોડ રૂપિયા લે છે. તે કોઈ પણ પ્રોડક્ટની જાહેરાત માટે રોજના ૬-૭ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ઐશ્વર્યા વર્ષોથી દેશ-વિદેશમાં ઘણી બ્રાન્ડને એન્ડોર્સ કરી રહી છે. ઈકોનોમિક્સ ટાઈમ્સના રિપોર્ટ મુજબ તેણે ‘પોસિબલ’ નામની કંપનીમાં પણ રોકાણ કર્યું છે.
તેણે આ કંપનીમાં ૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. અગાઉ, તેણે બેંગલુરુ સ્ટાર્ટઅપ ‘છદ્બહ્વૈ’માં ૧ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. અમિતાભ બચ્ચનની કેટલીક કંપનીઓમાં ઐશ્વર્યા રાયની પણ પાર્ટનરશિપ છે.
જાે તેની ફિલ્મોની વાત કરીએ તો તે છેલ્લે તમિલ ફિલ્મ ‘પોન્નિયન સેલ્વન’માં જાેવા મળી હતી. આ ફિલ્મમાં તેણે નંદિનીની ભૂમિકા ભજવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્ટ્રેસે આ ફિલ્મ માટે ૧૦ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.
ઐશ્વર્યા રાયના પતિ અને ફેમસ એક્ટર અભિષેક બચ્ચનની સંપત્તિ ૨૮૦ કરોડ રૂપિયા અંદાજવામાં આવી છે, જે એક્ટ્રેસની ટોટલ નેટવર્થ કરતા લગભગ ડબલ ઓછી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જુનિયર બચ્ચન વાર્ષિક ૨૫ કરોડ રૂપિયા કમાય છે. SS1SS