અભિનેત્રી અક્ષરા સિંહને ભીડથી બચવા ભાગવું પડ્યું

મુંબઈ, ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ અક્ષરા સિંહનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક્ટ્રેસ ખુલ્લા પગે કોઈની સ્કૂટી પર બેસીને જતી જાેવા મળી રહી છે અને પાછળ લોકો દોડી રહ્યા છે.
આ વિડીયો બિહારના બેતિયાનો હોવાનું કહેવાઈ રહ્યું છે, જ્યાં અક્ષરા એક રોડ શો માટે પહોંચી હતી. એક્ટ્રેસ ભીડથી એટલી ડરી ગઈ હતી કે, ચપ્પલ પહેરવા પણ રોકાઈ ન હતી. વાયરલ થઈ રહેલા વિડીયોમાં અક્ષરા સ્કૂટી પર મોં છૂપાવીને ભાગતી અને પગમાં ચપ્પલ વિના જાેવા મળી રહી છે.
આવો, જણાવીએ આખરે આ વિડીયોની સચ્ચાઈ શું છે? હકીકતમાં, અક્ષરા સિંહ બિહારના બેતિયામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉમેદવાર ગરિમા સિકારિયાના પ્રચાર માટે રોડ-શો કરી રહી હતી. આ દરમિયાન તેને જાેવા માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ.
ભીડને બેકાબૂ થતી જાેઈ અક્ષરા સિંહે ત્યાંથી ભાગવાનું જ યોગ્ય માન્યું. જાેકે, વિડીયોમાં સ્પષ્ટ જાેવા મળી રહ્યું છે કે, સ્કૂટી પર બેસીને ભાગવા છતાં ભીડ તેનો પીછો કરી રહી છે. ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહની ફેન ફોલોવિંગ ઘણી વધારે છે.
એક્ટ્રેસને પોતાના ગઢમાં જાેઈ ફેન્સની ખુશીનો પાર રહ્યો ન હતો. રેલીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. બધા એક્ટ્રેસ સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એવામાં અક્ષરાને ત્યાં રોકાવું સુરક્ષિત ન લાગ્યું અને ત્યાંથી ભાગી જવાનું જ યોગ્ય સમજ્યું.
અક્ષરાને સ્કૂટી પર બેસાડી લઈ જતા શખસ અન્ય કોઈ નહીં, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવાર ગરિમા સિકારિયાના પતિ રોહિત સિકારિયા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં એક્ટ્રેસ પોતાનો ચહેરો છૂપાવવાનો પણ પ્રયાસ કરતી જાેવા મળી રહી છે. પરંતુ, બેકાબૂ ભૂડ તેનો પીછો છોડતી નથી. પોલીસની હાજરીમાં બનેલી આ ઘટનાએ સુરક્ષાને લઈને એક મોટો સવાલ ઊભો કરી દીધો છે.SS1MS