Western Times News

Gujarati News

અભિનેત્રી આલિયા ભટ્ટ લગ્ન પહેલાથી પ્રેગ્નેન્ટ હતી

મુંબઈ, લેખિકા અને આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટે હાલમાં જ એક્ટ્રેસ અંગે સોશિયલ મીડિયા પર થઈ રહેલી ચર્ચાઓ અંગે પ્રતિક્રિયા આપી છે. આલિયા ભટ્ટે બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે એપ્રિલ ૨૦૨૨માં લગ્ન કર્યા હતા. લગ્નના બે મહિના બાદ એટલે કે જૂનમાં આલિયાએ પહેલી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. આલિયાએ પ્રેગ્નેન્સીની જાહેરાત કરતાં તે લગ્ન પહેલા જ ગર્ભવતી હોવાની ચર્ચા થવા લાગી હતી.

હવે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં શાહીન ભટ્ટે આલિયા ભટ્ટની પ્રેગ્નેન્સી અને તેના અપકમિંગ પ્રોજેક્ટ્‌સ અંગે વાત કરી હતી. એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં શાહીને કહ્યું, “હું આલિયાના બદલે જવાબ નહીં આપી શકું કારણકે આ તેની જર્ની છે.

તેણે આંતરિક રીતે જે કંઈપણ સહન કર્યું છે તે સંપૂર્ણપણે તેની જર્ની છે. તમને ક્યારેય કોઈને ખુશ નથી કરી શકતા. કાયમ એક-બે નકારાત્મક ટિપ્પણીઓ તો આવતી જ રહેશે. મને લાગે છે કે જ્યારે તમે સતત લોકોની નજરોમાં રહેતા હોવ ત્યારે તમે શીખી જ જાવ છો કે શેના પર ધ્યાન ન આપવું અને શેના પર ધ્યાન કેંદ્રિત ના કરવું. અમારા આખા પરિવાર માટે આ વર્ષ ખૂબ જ સારું રહ્યું છે.

છેલ્લા વર્ષમાં અમારો પરિવાર મોટો થયો છે. હવે ભવિષ્યમાં અમારા પરિવારમાં વધુ ખુશીઓ અને આનંદ આવી રહ્યા છે અને મારું ધ્યાન તેના પર છે.

હાલમાં જ આલિયા ભટ્ટનું બેબી શાવર યોજાયું હતું. આલિયાના ઈન્ટીમેટ લગ્નની જેમ સીમંતમાં પણ માત્ર પરિવારના સભ્યો અને અંગત મિત્રો જ હાજર રહ્યા હતા. આલિયાએ સીમંતની તસવીરો શેર કરતાં લખ્યું હતું, ‘માત્ર પ્રેમ.’ સાથે જ યલો હાર્ટ ઈમોજી શેર કર્યા હતા.

તસવીરોમાં આલિયા-રણબીરની સાથે તેમના પરિવારના સભ્યો અને મિત્રો જાેવા મળી રહ્યા છે. વર્કફ્રંટની વાત કરીએ તો, મોમ-ટુ-બી આલિયા ભટ્ટ હવે કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’માં રણવીર સિંહ, જયા બચ્ચન, શબાના આઝમી અને ધર્મેન્દ્ર સાથે જાેવા મળશે. આ સિવાય આલિયા ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ દ્વારા હોલિવુડમાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મ ૨૦૨૩માં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.