Western Times News

Gujarati News

અભિનેત્રી અમૃતા રાવ લકઝરી લાઈફ સ્ટાઈલ જીવે છે

મુંબઈ, અમૃતા રાવનો જન્મ ૭ જૂને મુંબઈમાં થયો હતો. સ્કૂલિંગ પછી, અમૃતા સાયકોલોજીમાં ગ્રેજ્યુએશન કરી રહી હતી પરંતુ મોડલિંગમાં કરિયર બનાવવા માંગતી તેથી તેણીએ અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. મોડલિંગની દુનિયામાં નામ કમાયા બાદ તેણે વર્ષ ૨૦૦૨માં ‘અબ કે બરસ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તેણે ‘ઈશ્ક વિશ્ક’, ‘મૈં હું ના’, ‘વિવાહ’, ‘મસ્તી’ જેવી ફિલ્મો કરી હતી.Actress Amrita Rao lives a luxurious life

ત્યારબાદ તેની બોલિવૂડની ગાડી એકદમ સરસ ચાલી રહી હતી. અમૃતાએ પછી ઘણી બોલિવૂડ ફિલ્મો કરી પરંતુ તે બ્લોકબસ્ટર સફળતા મેળવી શકી નહીં. જેની તેણી આશા સેવતી હતી. અમૃતાએ સાઉથની ફિલ્મો સાથે ઘણા રિયાલિટી શો પણ કર્યા છે.

પર્સનલ લાઈફની વાત કરીએ તો અમૃતા લાંબા સમય સુધી આરજે અનમોલને ડેટ કરી રહી હતી. ત્યારબાદ બંનેએ પોતાના સંબંધને આગળ વધારતા ૧૫ મે ૨૦૧૬ના દિવસે લગ્ન કરી લીધા હતાં. બંનેનો એક દીકરો પણ છે જેનું નામ છે વીર.

અમૃતા રાવ ભલે એક્ટિંગની દુનિયાથી દૂર છે પરંતુ તેણી ઘણાં પ્રોજેક્ટ સાથે જાેડાયેલી છે. હાલમાં તેણી પ્રેમ પર એક પુસ્તક લખીને આવી હતી, જેને રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે લોન્ચ કરી હતી. અમૃતા મોડેલિંગ અસાઇનમેન્ટ્‌સ અને એડ દ્વારા સારી એવી કમાણી કરી લે છે. ખબરો અનુસાર તેની નેટવર્થ ૨૦ કરોડ રુપિયા છે. તેણી એડ અને મોડેલિંગ માટે મોટી ફી વસુલે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.