અભિનેત્રી અમૃતા સિંહને ઘરે બેઠા મળી હતી પહેલી ફિલ્મ
મુંબઈ, સની દેઓલ, જેકી શ્રોફ અને સલમાન ખાન સાથે કામ કરી ચૂકેલી આ એક્ટ્રેસે પોતાના પ્રેમ ખાતર ધર્મની દીવાલ ઓળંગીને મુસ્લિમ એક્ટર સાથે લગ્ન કર્યા.
ધર્મેન્દ્રના કારણે તેને કરિયરની પહેલી ફિલ્મમાં કામ કરવાની તક મળી. તેને પહેલી નજરે જોતાની સાથે જ તેણે એક્ટ્રેસને વર્ષ ૧૯૮૩માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મમાં કામ કરવાની તક આપી. આ ટોપ એક્ટ્રેસની તે પહેલી ફિલ્મ હતી, જે વર્ષ ૧૯૮૩માં આવી હતી. પોતાના કરિયરની પહેલી જ ફિલ્મમાં માત્ર ૧૬-૧૭ વર્ષની ઉંમરમાં એક્ટ્રેસે દર્શકોના દિલ એટલા જીતી લીધા કે તે રાતોરાત સ્ટાર બની ગઈ.
આ એક્ટ્રેસના વિનોદ ખન્ના સાથેના અફેરની ઘણી ચર્ચાઓ થઈ હતી. આ એક્ટ્રેસે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. આ એક્ટ્રેસ પોતાના કરિયર સિવાય પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહી હતી. આ એક્ટ્રેસની દીકરી પણ આજે એક્ટિંગમાં ઘણું નામ કમાઈ રહી છે. ૮૦-૯૦ના દાયકામાં પોતાના એક્ટિંગ ટેલેન્ટથી દર્શકોનું દિલ જીતી લેનાર એ ટેલેન્ટેડ એક્ટ્રેસ છે અમૃતા સિંહ.
તેણે ક્યારેય એક્ટિંગમાં કરિયર બનાવવાનું વિચાર્યું ન હતું. તેણે વર્ષ ૧૯૯૧માં પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એક દિવસ ધર્મેન્દ્ર તેના ઘરે આવ્યા હતા અને તેને જોતા જ ધર્મેન્દ્રએ તેને ફિલ્મની ઓફર કરી હતી. આ ફિલ્મમાં તેમનો દીકરો સની દેઓલ પણ જોવા મળ્યો હતો.
આ તેની પણ પહેલી ફિલ્મ હતી. તે દરમિયાન, ધર્મેન્દ્ર એક નવા ચહેરાની શોધમાં હતાં અને તેમણે અમૃતાને જોતાની સાથે જ ફિલ્મ માટે તેનો અપ્રોચ કર્યો.
પોતાના કરિયર વિશે વાત કરતી વખતે અમૃતા સિંહે કહ્યું હતું કે, ધર્મેન્દ્રની વાત સાંભળ્યા બાદ તેની માતાએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો કે તે કોઈ ફિલ્મમાં કામ નહીં કરે. જો કે, બાદમાં એક્ટ્રેસે તેની માતાને સમજાવી અને ૧૯૮૩માં આવેલી ફિલ્મ બેતાબમાં સની દેઓલ સાથે ડેબ્યૂ કર્યું. આ ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.
અમૃતા સિંહે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા. પરંતુ આ લગ્ન પહેલા વિનોદ ખન્ના સાથેના તેના અફેરને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી. એવું પણ કહેવાય છે કે બંને પહેલીવાર ૧૯૮૯માં આવેલી ફિલ્મ બંટવારાના સેટ પર મળ્યા હતા. અહીંથી જ તેમના નજીક આવવાના સમાચારે વેગ પકડ્યો હતો. જોકે અમૃતાએ આવી અફવાઓ પર ક્યારેય રિએક્ટ કર્યુ નથી.SS1MS