Western Times News

Gujarati News

અભિનેત્રી ચોપરાની નેટવર્થ રાઘવ ચઢ્ઢા કરતાં ૧૦ ગણી વધારે છે

મુંબઈ, રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા ૨૪ સપ્ટેમ્બરે ઉદયપુરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. પરિણીતી અને રાઘવ લગ્નની એક મોટી ઉજવણીની તૈયારી કરી રહ્યા છે, જે ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે. રાઘવ પરિણીતીએ લગ્ન સમારોહ માટે ઉદયપુરનો તાજ લીલા પેલેસ પસંદ કર્યો છે. લગ્ન સમારોહ ૨ દિવસ સુધી ચાલશે. પરિણીતી અને રાઘવ ૨૩ સપ્ટેમ્બરે વેલકમ લંચ સાથે લગ્નની ઉજવણી શરૂ કરશે. આવો જાણીએ બંને પાસે કેટલી મિલકત છે.

તમને જણાવી દઈએ કે રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટીનો યુવા ચહેરો છે જ્યારે પરિણીતી ચોપરા બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી છે. ૧૩ મે, ૨૦૨૩ ના રોજ, બંનેએ લાંબી રાહ જાેયા પછી દિલ્હીના કપૂરથલા હાઉસમાં એક ખાનગી સમારંભમાં સગાઈ કરી. જેમાં તેમના પરિવારના સભ્યો અને રાજકીય જગત સાથે જાેડાયેલા કેટલાક લોકોએ ભાગ લીધો હતો. હાલ બંને પરિવારોમાં લગ્નની તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે.

રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ છે. વર્ષ ૨૦૧૨ માં તેમણે આમ આદમી પાર્ટીમાં જાેડાઈને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. આ સાથે તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે. તેમણે ગ્રાન્ટ થોર્ન્ટન, ડેલોઈટ, શ્યામ માલપાણી સહિત ઘણી મોટી એકાઉન્ટન્સી ફર્મ્સમાં કામ કર્યું છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર તેમની કુલ સંપત્તિ ૫૦ લાખ રૂપિયાની આસપાસ છે. જાે રાઘવના ખાનગી ઘરની વાત કરીએ તો તેના ઘરની કિંમત ૩૭ લાખ રૂપિયા છે.

પરિણીતી ચોપરા સંપત્તિના મામલામાં રાઘવ ચઢ્ઢા કરતાં ઘણી આગળ છે. તમને જણાવી દઈએ કે, રાઘવ અને પરિણીતીએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે. તેમની આવકનો મુખ્ય સ્ત્રોત ફિલ્મ ફી અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ છે.

સિયાસેટના અહેવાલ અનુસાર, બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાની કુલ સંપત્તિ ૬૦ કરોડ રૂપિયા છે. અભિનેત્રી પાસે મુંબઈમાં લક્ઝરી સી ફેસિંગ એપાર્ટમેન્ટ છે અને ઓડી A6, Jaguar XJL, Audi Q5 અને Jaguar XJL જેવી ઘણી લક્ઝરી કાર છે. લગભગ ૧૫ વર્ષ પહેલા પરિણીતી ચોપરા યુકેની યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરમાં બિઝનેસ, ઇકોનોમિક્સ અને ફાઇનાન્સનો ડિગ્રી કોર્સ કરી રહી હતી.

એવું કહેવાય છે કે રાઘવ ચઢ્ઢા પણ તે જ સમયે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કરતા હતા અને તેમની શરૂઆતની ઓળખાણ તે દરમિયાન યુકેમાં થઈ હતી અને ત્યારથી બંને એકબીજાને ઓળખવા લાગ્યા હતા. જ્યાં સુધી તેમની લવ સ્ટોરીની વાત છે તો રાઘવ અને પરિણીતીની લવ સ્ટોરી બહુ જૂની નથી.

એવું માનવામાં આવે છે કે આ લવ સ્ટોરી ગયા વર્ષે શરૂ થઈ હતી જ્યારે પરિણીતીની એક ફિલ્મના શૂટિંગ દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી. પરિણીતી પંજાબમાં ફિલ્મ ‘ચમકિલા’નું શૂટિંગ કરી રહી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.