ભારતીય બિઝનેસમેનના પ્રેમમાં પડી એક્ટ્રેસ Claudia Ciesla
મુંબઈ, પોલિશ મોડલ અને બિગ બોસની પૂર્વ કન્ટેસ્ટન્ટ ક્લાઉડિયા સિએસલાને પોતાના સપનાનો રાજકુમાર મળી ગયો છે. ૩૫ વર્ષીય ક્લાઉડિયાએ હાલમાં જ ખુલાસો કર્યો છે કે, તે ભારતીય આંત્રપ્રેન્યોર, ઈન્વેસ્ટર અર્જુન ગોયલને ડેટ કરી રહી છે. Actress Claudia Ciesla fell in love with an Indian businessman
ક્લાઉડિયાના કહેવા અનુસાર ૩૯ વર્ષીય અર્જુન ગોયલ સાથે તે છેલ્લા દોઢ વર્ષથી રિલેશનશીપમાં છે અને ખૂબ ખુશ છે. ક્લાઉડિયાનું કહેવું છે કે, તે પોતાના સંબંધ વિશે વિશ્લેષણ કરે અને વિચારે ત્યારે તેને અહેસાસ થાય છે કે, અર્જુન સાથે મુલાકાત તેની કિસ્મતમાં લખાયેલી હતી.
View this post on Instagram
અહેવાલ પ્રમાણે, ક્લાઉડિયા અને અર્જુનના કેટલાય કોમન મિત્રો છે અને તેમના થકી જ મુલાકાત થઈ હતી. “મારા અને અર્જુન વચ્ચે શરૂઆતથી જ બધું એકદમ નેચરલ હતું. અમારે મુલાકાત જાણે નક્કી જ હતી. અમે ક્યારેય અમારા સંબંધમાં વધુ પ્રયત્નો નથી કર્યા.
અમે એકબીજા જેવા જ છીએ અને અમારી જિંદગીને પ્રેમ કરીએ છીએ. અમને બંનેને ટ્રાવેલિંગ ગમે છે અને અમારું ભાવતું ભોજન પણ સમાન છે. અમે બંને વેજિટેરિયન છીએ અને સ્વસ્થ જીવનશૈલી જીવીએ છીએ.
View this post on Instagram
અમે સોલમેટ્સ છીએ”, તેમ ક્લાઉડિયાએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું. ક્યા કૂલ હૈ હમ ૩’ની એક્ટ્રેસ ક્લાઉડિયા છેલ્લા દશકાથી આ ઈન્ડસ્ટ્રીમાં છે. તેનું નામ કેટલાય એક્ટરો સાથે જાેડાયું છે પરંતુ તેણે અર્જુન ગોયલ સિવાય અન્ય કોઈ સાથેની રિલેશનશીપ અંગે કદી વાત નથી.
“અગાઉ જે પણ આવ્યું એ બધી અફવાઓ હતી અને ક્યાંથી શરૂ થઈ હતી મને ખબર નથી. એટલે જ તેમના વિશે વાત કરવાનો કોઈ અર્થ નહોતો. આ મારી પહેલી અર્થસભર રિલેશનશીપ છે અને હું તેમાં વિશ્વાસ ધરાવું છું. હું મારું ભવિષ્ય અર્જુન સાથે જાેઉં છું.
View this post on Instagram
ક્લાઉડિયાનું નામ તેના પહેલા રિયાલિટી શો ‘બિગ બોસ’ના હોસ્ટ સલમાન ખાન સાથે જાેડાયું હતું. તો શું આ પણ અફવા જ હતી? આ સવાલ પૂછાતાં ક્લાઉડિયાએ કહ્યું કે, “હા, એ ખબરમાં કોઈ તથ્ય નહોતું.” ક્લાઉડિયા હાલ તો અર્જુનને લઈને ગંભીર છે અને તેની સાથે પોતાનું ભવિષ્ય જુએ છે.
જાેકે, લગ્ન માટે હજી વાર છે તેમ તેનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારની ફિલ્મ ‘ખેલાડી ૭૮૬’ ઉપરાંત ‘દેસી કટ્ટે’ અને ‘કર્મા’ જેવી ફિલ્મોમાં પણ તે જાેવા મળી ચૂકી છે.SS1MS